નેશનલ

ભાજપના PoKના નિવેદન પર કોંગ્રેસે કર્યા સવાલો: “10 વર્ષ સત્તામાં હતા ત્યારે શું કર્યું?”

નવી દિલ્હી: તાજેતરમાં જ ભાજપે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ટૂંક સમયમાં જ ભારતનો હિસ્સો હશે તેવા નિવેદન પર આજે રવિવારે કોંગ્રેસના મહાસચિવ અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટે ટીકા કરી હતી. આ સાથે જ પાયલટે કહ્યું કે તેમની પાસે દસ વર્ષ સુધી પૂર્ણ બહુમતી સાથેની સરકાર હતી, ત્યારે આ કદમ ઉઠાવતા કોણે રોક્યા હતા? આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીને એક એવા નેતા તરીકે જુએ છે જે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ કરશે અને આગામી લોકસભા ચૂંટણીમાં સમગ્ર વિપક્ષ તેમની પાછળ એક થઈને ઊભા રહેશે.

આ પણ વાંચો :અયોધ્યામાં હાર બાદ પ્રથમ વાર સામે આવી કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah ની પ્રતિક્રિયા, કહી આ વાત…

વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અગાઉના તમામ રેકોર્ડ તોડીને પહેલા કરતા વધુ બેઠકો જીતી શકે છે. ઈન્ટરવ્યુમાં પાયલટે કોંગ્રેસને હરિયાણામાં બે તૃતિયાંશથી વધુ બહુમતી મળે તેવી આશા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપની શીર્ષ નેતૃત્વ ચૂંટણીમાં તેણી ધોબી પછાડને જોઇ રહ્યો છે અને આથી જ ચૂંટણી પ્રચારમાં રસ દાખવી રહ્યા નથી. કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સના જમ્મુ અને કાશ્મીર ખીણમાં ગમે તેટલા ભ્રમિત કરવામાં આવે પરંતુ તેમ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના સામૂહિક પ્રચાર પ્રયાસો બહુમતી સાથે સરકાર બનાવવામાં મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ભાજપ સત્તામાં આવશે એટલે PoK જમ્મુ-કાશ્મીરનો ભાગ બની જશે. પાયલટે કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે એક રાજ્યના મુખ્યમંત્રી ચૂંટણી દરમિયાન આ નિવેદન કઈ રીતે કરી રહ્યા છે.” તેઓ છેલ્લા એક દાયકાથી સત્તામાં છે. તમને યાદ અપાવી દઈએ કે 1994માં જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે સંસદે સર્વસંમતિથી પીઓકેને પાછો ખેંચવાનો ઠરાવ પસાર કર્યો હતો. જ્યારે અમે સત્તામાં હતા ત્યારે અમે આ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, “ભાજપ 10 વર્ષથી સત્તામાં છે, “તેમને આ પગલું લેવાથી કોણે રોક્યું?”

રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળવાને લઈને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, “રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે આગળ પડતું નેતૃત્વ કર્યું છે. તે સંબંધિત પ્રશ્નો પૂછી રહ્યા છે જેના જવાબમાં સરકાર પાસે કોઈ જવાબ નથી. તેઓ માત્ર કોંગ્રેસના માટે જ નહીં પરંતુ સમગ્ર વિપક્ષ માટે પણ પ્રતિબદ્ધ નેતા છે.” તેમણે કહ્યું, ”ચોક્કસપણે અમે તેમને એવા નેતા તરીકે જોઈએ છીએ જે દેશનું નેતૃત્વ કરશે અને જ્યારે આગામી ચૂંટણીઓ યોજાશે ત્યારે ભારતના લોકો અને સમગ્ર વિપક્ષ રાહુલ ગાંધી સાથે એક થઈને ઊભા રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button