કાનપુરઃ દેશમાં ટ્રેન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે વધુ એક ટ્રેન અકસ્માત(Kanpur Train Derailed)ની ઘટના બની છે. સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનના તમામ ડબ્બા પાટા પરથી ઉતરી વેરવિખેર થઈ ગયા હતા, જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા. આ અકસ્માત કાનપુર શહેરથી 11 કિમી દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે રાતે 2.45 વાગ્યે થયો હતો. રેલવે અધિકારીઓએ અકસ્માતની પુષ્ટિ કરી છે.
સાબરમતી એક્સપ્રેસ ટ્રેન (19168) વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. માહિતી મળતા જ રેલ્વે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અને જોરદાર અવાજ સાંભળીને ગામ લોકો આવી ગયા હતા.
અન્ય ટ્રેનોની અવર-જવરને અસર:
આ અંગે ઉત્તર મધ્ય રેલ્વેએ જણાવ્યું હતું કે બોલ્ડર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતના કારણે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કાનપુરથી બુંદેલખંડ અને મધ્યપ્રદેશ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે.
અત્યાર સુધી કોઈ જાનહાનિ નહી:
અધિકારીએ જણાવ્યુ છે કે કોઈ જાનહાનિ નથી. કેટલાક લોકોને થોડી ઈજા થઈ છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમે બસો અને એમ્બ્યુલન્સ બોલાવી છે. મુસાફરોને હેન્ડલ કરીને રેલવે સ્ટેશન પર લઈ જવામાં આવી રહ્યા છે. બસ દ્વારા તેમને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોના જણવ્યા મુજબ દુર્ઘટના સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. ટ્રેનની ગતિ ધીમી હતી. જેના કારણે અમે બચી ગયા છીએ.
રેલવેએ ઈમરજન્સી નંબર જાહેર કર્યા:
પ્રયાગરાજ- 0532-2408128, 0532-2407353
કાનપુર- 0512-2323018, 0512-2323015
મિર્ઝાપુર- 054422200097
ઇટાવા- 7525001249
ટુંડલા- 7392959702
અમદાવાદ- 07922113977
બનારસ સિટી- 8303994411
ગોરખપુર-0551-2208088
લખનૌ- 8957024001
સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે ડેકર ટ્રેનના છ ડબ્બા છુટા પડ્યા :
બે દિવસ પહેલા જ ગુજરાતમાં સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેનના છ ડબ્બા છુટી પડી જતાં મુસાફરો અટવાયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન ઘટના બની હતી, ઘટનાની જાણ થતા રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી હતી. ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.