Sabarmati-Agra Express: આ કારણે સાબરમતી-આગ્રા એક્સપ્રેસ ટ્રેનને નડ્યો હતો અકસ્માત, તપાસ રીપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી: અમદવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનથી ઉત્તર પ્રદેશના આગ્રા કેન્ટ સ્ટેશન તરફ જઈ રહેલી સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન(Sabarmati Agra Cantt Sf Express)ને ગત સોમવારે રાજસ્થાન અજમેર(Ajmer) નજીક અકસ્માત(Accedent) નડ્યો હતો. ટ્રેનના ચાર ડબ્બા પાટા નીચે ઉતરી ગયા હતા, આ ઘટનામાં કોઈ જાનહાનિના થઇ ન હતી. પ્રાથમિક તપાસ બાદ હવે આ અકસ્માત થવા પાછળનું કારણ જાણવા મળ્યું છે.
અજમેર નજીક સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના પાટા પરથી ઉતરી જવા અંગેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લોકો પાઇલટે સિગ્નલ ઓળખવામાં ભૂલ કરી હતી, જેના કારણે પેસેન્જર ટ્રેન આગળ ઉભેલી માલગાડીના સાથે અથડાઈ હતી, અને ચાર ડબ્બા પાટા નીચે ઉતરી ગયા હતા.
સાત નિષ્ણાતોએ તૈયાર કરેલા સંયુક્ત તપાસ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ટ્રેન નંબર 12458 (Sabarmati Agra Cantt Sf Express) અજમેર સ્ટેશનથી 00:50 વાગ્યે રવાના થઈ હતી અને જ્યારે ટ્રેન મદાર સ્ટેશન તરફ આવી રહી હતી, ત્યારે લોકો પાયલટને સિગ્નલ ઓળખવામાં ભૂલ થતા, ટ્રેન આગળ ઉભેલી માલગાડીના પાછળના બે વેગન સાથે અથડાઈ હતી. અથડામણ સમયે ટ્રેનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની હતી.
આ અકસ્માતને કારણે પેસેન્જર ટ્રેનના ચાર ડબ્બા અને તેનું એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા, જાનમાલનું કોઈ નુકશાન થયું ન હતું, પરંતુ અપ/ડાઉન બંને દિશામાં કલાકો સુધી ટ્રેન ખોરવાઈ ગયો હતો.
લોકો પાયલોટે પણ પુછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે મદાર સ્ટેશનમાં પ્રવેશતા પહેલા, તેણે પ્રથમ સિગ્નલ ડબલ યેલો સ્થિતિમાં અને બીજું સિંગલ યેલો જોયું જોયું હતું. ડ્રાઈવરે વધુમાં જણાવ્યું કે જ્યારે તેણે ત્રીજું સિગ્નલ લાલ જોયું ત્યારે તેણે ઈમરજન્સી બ્રેક લગાવી પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન માલગાડીના પાછળના વેગન સાથે અથડાઈ ગઈ.
નિયમ મુજબ લોકો પાયલોટને જ્યારે પહેલું સિગ્નલ ડબલ યેલો મળે ત્યારે બ્રેક લગાવવી જરૂરી છે કારણ કે ટ્રેનને થોભવા માટે લગભગ 500 થી 600-મીટરનું જરૂરી છે.