અમેરિકાના નિર્ણયનું એસ. જયશંકરે સ્વાગત કર્યું, કહ્યું આ આતંકવાદ વિરુદ્ધ સહકારનું ઉદાહરણ | મુંબઈ સમાચાર
નેશનલ

અમેરિકાના નિર્ણયનું એસ. જયશંકરે સ્વાગત કર્યું, કહ્યું આ આતંકવાદ વિરુદ્ધ સહકારનું ઉદાહરણ

નવી દિલ્હી : અમેરિકાએ પહલગામ આતંકી હુમલામાં જવાબદાર પાકિસ્તાન સમર્થિત ધ રેજિસ્ટેંસ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠને એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. ત્યારે અમેરિકાના નિર્ણયનું વિદેશ મંત્રી એસ. જયશંકરે આવકાર્યું છે. તેમણે અમેરિકાના નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત આતંકવાદ વિરુદ્ધ સહકારનું ઉદાહરણ છે.

નિર્ણય આંતરરાષ્ટ્રીય સમુદાયની આતંકવાદ વિરુદ્ધ એકજુથતા

એસ. જયશંકરે આ અંગે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, અમે અમેરિકાના આ નિર્ણયનું સ્વાગત અને સમર્થન કરીએ છે. તેમજ આ પગલું ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત આતંકવાદ વિરોધી સહકારનું ઉદાહરણ છે. તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયા અને અમેરિકાના વિદેશ મંત્રાલયના વખાણ કરતા જણાવ્યું કે આ નિર્ણય આંતરરાષ્ટ્રીય સમુદાયની આતંકવાદ વિરુદ્ધ એકજુથતા દર્શાવે છે. તેમણે યાદ પણ અપાવ્યું કે, આતંકી સંગઠન ટીઆરએફે 22 એપ્રિલના
રોજ જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. જેમાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા.

અમેરિકાએ આતંકવાદ સામે લડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું જે ટીઆરએફને આતંકવાદી સંગઠન જાહેર કરવું એ ટ્રમ્પ વહીવટીતંત્રની રાષ્ટ્રીય સુરક્ષા હિતોનું રક્ષણ કરવા, આતંકવાદ સામે લડવા અને પહલગામ હુમલા માટે ન્યાય અપાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ટીઆરએફે પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી.જેને અમેરિકન અધિકારીઓએ લશ્કર-એ-તૈયબા દ્વારા વર્ષ 2008ના મુંબઈ હુમલા બાદ ભારતમાં નાગરિકો પરનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.

આ પણ વાંચો…ટ્રમ્પ ફેડરલ રિઝર્વના અધ્યક્ષની હકાલપટ્ટી કરી શકે છે? માર્કેટમાં ખળભળાટ, જાણો ટ્રમ્પે શું કહ્યું

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button