S Jaishankar: પ્રતિબંધો લગાવવાની એમેરિકાની ચેતવણીનો એસ જયશંકરે જવાબ આપ્યો, જાણો શું કહ્યું
કોલકાતા: ભારતે ઈરાન સાથે ચાબહાર(Chabarah)ના શાહિદ બેહેશ્તી પોર્ટ(Shahid Beheshti Port)ના ટર્મિનલના સંચાલન માટે 10 વર્ષનો કરાર કર્યો છે, ઈરાન(Iran) સાથે તાણવભર્યા સંબંધો ધરાવતું અમેરિકા(USA)એ આ કરાર અંગે નારાજગી વ્યક્ત કરી હતી. મંગળવારે અમેરિકાએ ભારત પર પ્રતિબંધો લગાવવાની ચેતવણી(sanction warning) આપી હતી. ચેતવણીના એક દિવસ બાદ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે(S Jaishankar) અમેરિકાને જવાબ આપ્યો છે. એસ જયશંકરે એ પણ સ્પષ્ટ કર્યું કે આ પ્રોજેક્ટથી સમગ્ર વિસ્તારને ફાયદો થશે, આ માટે લોકોએ સંકુચિત માનસિકતા રાખવીના જોઈએ.
ગઈ કાલે મંગળવારે કોલકાતામાં તેમના પુસ્તક ‘વ્હાય ઈન્ડિયા મેટર્સ’ના બંગાળી સંસ્કરણના વિમોચન બાદ પત્રકાર પરિષદ દરમિયાન વિદેશ એસ જયશંકરે એ વાત પર પણ ભાર મૂક્યો કે અમેરિકાએ અગાઉ ચાબહાર પોર્ટના વ્યાપક મહત્વને સ્વીકાર્યું હતું.
વિદેશ પ્રધાન જયશંકરને અમેરિકાના વલણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “મેં કેટલીક ટિપ્પણીઓ જોઈ હતી, પરંતુ મને લાગે છે કે આ સંવાદ કરવાનો, સમજવા અને સમજાવવાનો પ્રશ્ન છે કે આ પ્રોજેક્ટ ખરેખર દરેકના ફાયદા માટે છે, લોકોએ તેના વિશે સંકુચિત માનસિકતા સ્વીકારવી જોઈ નહીં.”
એસ જયશંકરે કહ્યું, “અમેરિકાએ આ પહેલાં આવું કર્યું નથી, જો તમે ચાબહાર બંદર પ્રત્યે અમેરિકાના વલણને જુઓ, તો અગાઉ અમેરિકા બંદરની વ્યાપક સુસંગતતાની પ્રશંસા કરતું આવ્યું છે.”
અમેરિકાએ ચેતવણી આપી હતી કે ઈરાન સાથે વેપાર સોદા પર વિચાર કરનાર “કોઈપણ”ને પ્રતિબંધોના સંભવિત જોખમથી વાકેફ હોવું જોઈએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “હું માત્ર એટલું જ કહીશ… ઈરાન પર અમેરિકી પ્રતિબંધો યથાવત છે અને યથાવત રહેશે.”
જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાગી શકે છે? ત્યારે વેદાંત પટેલે જણાવ્યું હતું કે જે કોઈ પણ ઈરાન સાથે બિઝનેસ ડીલ પર વિચાર કરી રહ્યું છે તે સંભવિત જોખમોની શક્યતા હેઠળ રહેશે.
ભારત અને ઈરાને ચાબહારના શાહિદ બેહેશ્તી પોર્ટના ટર્મિનલના 10 વર્ષ સુધી સંચાલન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ માહિતી ઈરાનમાં ભારતીય દૂતાવાસે X પર એક પોસ્ટ દ્વારા આપી હતી. ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશને કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પ્રથમ વખત છે જ્યારે ભારત વિદેશમાં સ્થિત પોર્ટનું સંચાલન સંભાળશે. ચાબહાર બંદર ઈરાનના દક્ષિણ કિનારે સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે. ભારત અને ઈરાન સંયુક્ત રીતે આ બંદરનો વિકાસ કરી રહ્યા છે.
વર્ષ 2016માં પણ ભારત અને ઈરાન વચ્ચે શાહિદ બેહેસ્તી પોર્ટના સંચાલન માટે એક ડીલ કરવામાં આવી હતી. હવે નવી ડીલને 2016ની ડીલના વર્ઝન તરીકે ગણવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે 2023માં તેના વિકાસ માટે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી. ભારતનું માનવું છે કે આ ડીલથી પોર્ટમાં મોટા રોકાણનો માર્ગ ખુલશે.