9 વર્ષ બાદ ભારતના વિદેશ મંત્રી પહોંચ્યા પાકિસ્તાન, SCO સમિટમાં ભાગ લેશે એસ જયશંકર | મુંબઈ સમાચાર

9 વર્ષ બાદ ભારતના વિદેશ મંત્રી પહોંચ્યા પાકિસ્તાન, SCO સમિટમાં ભાગ લેશે એસ જયશંકર

ઈસ્લામાબાદઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંક્ર બુધવારે શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ગયા છે. પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ નૂર ખાન એરબેઝ પર તેમનું સ્વાગત કર્યુ હતું. જયશંકર એસસીઓ સભ્ય દેશોના પ્રતિનિધિઓના સ્વાગત માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ દ્વારા આયોજિત દાવતમાં સામેલ થવાની સંભાવના છે.

15 અને 16 ઓક્ટોબર એમ બે દિવસ માટે યોજાનારી સમિટમાં સામેલ થવા પાકિસ્તાન ગયેલા એસ જયશંકર ત્યાં 24 કલાકથી પણ ઓછો સમય વીતાવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ સંબંધ સારા નથી તેવા સમયે જયશંકરનો આ પ્રવાસ ઘણો ખાસ છે. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલો અને તે બાદ બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ બંને દેશોના સંબંધમાં તણાવ છે. ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરથી કલમ 370 નાબૂદ થયા બાદ આ સંબંધો વધુ વણસ્યા છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું હતું, કોઈપણ પડોશીની જેમ ભારત નિશ્ચિત રીતે પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખવા માંગશે, પરંતુ સરહદ પાર આતંકવાદ ચાલુ રહેવાથી આમ ન થઈ શકે.

9 વર્ષ બાદ ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાન પહોંચ્યા
9 વર્ષ બાદ ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનની યાત્રા પર પહોંચ્યા છે. આ પહેલા ડિસેમ્બર 2015માં તત્કાલીન વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પાકિસ્તાન પહોંચ્યા હતા. કાશ્મીર અને પાકિસ્તાન દ્વારા આતંકવાદને લઈ બંને દેશો વચ્ચે સંબંધો ખાટા હતા ત્યારે તેઓ અફઘાનિસ્તાન મુદ્દે થયેલી કોન્ફરન્સમાં ભાગ લેવા ત્યાં ગયા હતા.

આ પણ વાંચો : હમ આપકે હૈ કૌન કે પછી હમ સાથ સાથ હૈ? પાકિસ્તાન યાત્રાને લઈને S Jaishankarને સવાલ

એપ્રિલ 1996માં એક બેઠક થઈ હતી. જેમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન સામેલ થયા હતા. આ બેઠકનો હેતુ વંશીય અને ધાર્મિક તણાવને દૂર કરવા એકબીજાને સહયોગ કરવાનો હતો. ત્યારે તેને શાંઘાઈ ફાઈવ કહેવાતું હતું. જોકે 15 જૂન, 2001થી સત્તાવાર રીતે ગઠન થયું. ત્યારે ચીન, રશિયા, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન અન ઉઝ્બેકિસ્તાને શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. જે બાદ વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા ઉપરાંત કારોબાર અને રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. 1996માં જ્યારે શાંઘાઈ ફાઈવનું ગઠન થયું ત્યારે તેનો હેતુ ચીન અને રશિયાની સરહદ પર તણાવ કેવી રીતે રોકી શકાય તેવો હતો. આ હેતુ માત્ર 3 વર્ષમાં જ હાંસલ થઈ ગયો હતો. તેથી તેને સૌથી પ્રભાવશાળી સંગઠન માનવામાં આવે છે.

સંબંધિત લેખો

Back to top button