એસ. જયશંકરે આતંકવાદ વિરુદ્ધ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું, પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

એસ. જયશંકરે આતંકવાદ વિરુદ્ધ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું, પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપી

બેઈજિંગ : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનના તિયાનજીનમાં આયોજિત એસસીઓ સંમેલનમાં આતંકવાદ વિરુદ્ધ ભારતના મક્કમ વલણને સ્પષ્ટ કર્યું છે. તેમજ પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સામે
કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારત આતંકવાદને જરાય સહન નહી કરે તેમજ જો જરૂર પડી તેમની વિરુદ્ધ આક્રમક કાર્યવાહી પણ કરશે. આ ઉપરાંત તેમણે ચીનને પાકિસ્તાનને મદદ કરવા બદલ આડકતરી રીતે ચેતવણી પણ આપી હતી.

પાકિસ્તાનના સુર બદલાયા

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના આતંકવાદ વિરુદ્ધના આક્રમક વલણ બાદ પાકિસ્તાનના સુર બદલાયા હતા. જેના લીધે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારનું વલણ નરમ પડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન શાંતિ અને સ્થિરતા રાખવા માંગે છે. જોકે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. પણ પાકિસ્તાને આ મુદ્દે કોઈ જવાબ આપ્યો ન હતો.

આપણ વાંચો:  રશિયા સાથે વેપાર પર નાટોની ચેતવણી, ‘ચીન બ્રાઝિલ અને ભારત રશિયા સાથે વેપાર બંધ કરો નહિં તો…’

એસસીઓના ઉદ્દેશને યાદ કરાવ્યો

એસસીઓ સંમેલનમાં ભારત તરફથી મજબુત રજૂઆત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ ભારતની આતંકવાદ વિરુદ્ધની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને યોગ્ય ઠેરવી હતી. તેમજ એસ. જયશંકરની આક્રમક રજૂઆત જોઈને પાકિસ્તાન અને ચીન સ્તબ્ધ થયા હતા. તેમણે એસસીઓના આતંકવાદ અને ચરમપંથને નાબુદ કરવાના ઉદ્દેશને યાદ કરાવ્યો અને કહ્યું તેની માટે કોઈ સમજુતી ના કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે પહલગામમાં આતંકવાદી હુમલો જમ્મુ કાશ્મીરના પર્યટન ક્ષેત્રને નુક્સાન પહોંચાડવા અને ધાર્મિક વિભાજનના ષડયંત્ર અંતર્ગત કરવામાં આવ્યો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button