નેશનલ

દિલ્હી મેટ્રોમાં હવે ગામઠી ડાંસવીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

નવી દિલ્હીઃ રાજધાનીની લાઈફલાઈન બની ગયેલી દિલ્હી મેટ્રો આજકાલ લોકોની અવરજવર ઉપરાંત અન્ય કારણોસર પણ ચર્ચામાં રહે છે. લોકો સસ્તી પબ્લિસિટી મેળવવા કે પોતાના શોખ પૂરા કરવા મેટ્રોમાં અવનવા અખતરા કરતા રહે છે. તાજેતરના દિવસોમાં દિલ્હી મેટ્રોના આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેણે લોકોને શરમમાં મૂકી દીધા છે. જો કે, કેટલાક એવા વીડિયો પણ સામે આવ્યા છે. જેના કારણે લોકોનું ભરપૂર મનોરંજન થયું છે. હાલમાં જ એક કપલનો કિસ કરતો, એક બીડી પીતા કાકાનો વીડિયો વાયરલ થયો હતો. હવે દિલ્હી મેટ્રોમાં એક છોકરીએ ગામઠી ગીત પર ડાન્સ કર્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં ગ્રીન સલવાર-સૂટ પહેરેલી છોકરી દિલ્હી મેટ્રોના કોચમાં ગામઠી ગીત પર ડાન્સ કરી રહી છે. જે કોચમાં યુવતી ડાન્સ કરી રહી છે તે મહિલા કોચ છે. આ બોગીમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરે છે. આ વીડિયો વાયોલેટ લાઈનનો હોવાનું કહેવાય છે. ગીતના બોલ આ પ્રમાણે છે…દિલ ધડકે દર્દ કલેજે મેં દિલ ધડકે. છોકરીના ડાન્સે કોચમાં બેઠેલા બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

ગયા અઠવાડિયે એક કાકા મેટ્રોમાં બીડી પીતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. એક કપલના કિસિંગ સીનનો વીડિયો પણ વાયરલ થયો હતો. એ પહેલા એક યુવકના મેટ્રોમાં નહાવાનો વીડિયો વાઇરલ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button