રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસે ચીન અને પાકિસ્તાનની ચિંતા વધારી, મોટી ડિફેન્સ ડીલની શક્યતા

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવવાના છે. પુતિન બે દિવસ 4 અને 5 ડિસેમ્બર સુધી ભારતમાં રહેવાના છે. રશિયાના રાષ્ટ્રપતિની સુરક્ષા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત અને રશિયા વચ્ચેના સંરક્ષણ કરારો પર છે. તેમાં પણ ભારત અને રશિયા વચ્ચે S-400 એર ડિફેન્સ સિસ્ટમ અંગે મોટો કરાર થવાની શક્યતા છે.
2015 માં શસ્ત્રોની ખરીદીની ટકાવારી 55 ટકા
રશિયા એક સમયે ભારતનો નંબર વન શસ્ત્ર સપ્લાયર દેશ હતો. પરંતુ ધીરે ધીરે ભારતે અન્ય દેશો પાસેથી પણ શસ્ત્રોની ખરીદી શરુ કરી છે. જેમાં આંકડા પર નજર કરીએ તો વર્ષ 2009 થી 2014 સુધી 72 ટકા સુધી શસ્ત્રો રશિયાથી આવતા હતા. જયારે આ વર્ષ 2015 માં શસ્ત્રોની ખરીદીની ટકાવારી 55 ટકા પહોંચી, જયારે વર્ષ 2020 થી 2024 દરમિયાન ટકાવારી 36 ટકા થઈ હતી. તેમજ હાલ ભારત હવે ફ્રાન્સ પાસેથી રાફેલ, અમેરિકા પાસેથી અપાચે હેલિકોપ્ટર અને ઇઝરાયલ પાસેથી ડ્રોનની ખરીદી કરી રહ્યું છે.
આ પણ વાંચો: પુતિનની હાઇ-પ્રોફાઇલ સુરક્ષા વ્યવસ્થા: ભારતના પ્રવાસ પૂર્વે જાણો અંગત વસ્તુઓ સાથે રાખવાનું રહસ્ય?
ભારત પાસે આજે પણ 60 ટકાથી વધુ શસ્ત્રો રશિયન બનાવટના
જોકે, ભારત પાસે આજે પણ 60 ટકાથી વધુ શસ્ત્રો રશિયન બનાવટના છે. તેમજ હાલમાં ભારત રશિયા વચ્ચે અનેક સંરક્ષણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જેમાં મુખ્યત્વે ભારતે S-400 એર ડિફેન્સ સિસ્ટમ અંગે કરાર કર્યો છે. જેમાં પાંચમાંથી ત્રણ સિસ્ટમ ડિલીવર કરવામાં આવી છે. જયારે રશિયાના સહયોગથી હિન્દુસ્તાન એરોનોટિક્સ ખાતે Su-30 MKI ફાઇટર જેટ ઉત્પાદિત કરવામાં આવી રહ્યા છે. જયારે T-90 ટેન્ક, MiG-29 અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.
ભારતમાં રશિયાના સહયોગથી અનેક શસ્ત્રોનું ઉત્પાદન
આ ઉપરાંત ભારતમાં રશિયાના સહયોગથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ, AK-203 એસોલ્ટ રાઇફલ, કામોવ કા-226 હેલિકોપ્ટર અને નૌકાદળ માટે સ્ટીલ્થ ફ્રિગેટ્સ દેશમાં ઉત્પાદિત કરવામાં આવી રહ્યા છે.



