Top Newsનેશનલ

રશિયા અને ભારત વચ્ચે સાત ક્ષેત્રોમાં કરારો, ભારતે રશિયાના લોકો માટે મફત ઇ-ટૂરિસ્ટ વિઝાની જાહેરાત કરી…

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો હૈદરાબાદ હાઉસ ખાતે પૂર્ણ થઈ હતી. આ વાટાઘાટો દરમિયાન, બંને દેશોએ ઈમિગ્રેશન, આરોગ્ય, ખાદ્ય સુરક્ષા, જહાજ નિર્માણ, કેમિકલો અને ખાતરો સહિત સાત મુખ્ય ક્ષેત્રોમાં કરારો પર સંમતિ દર્શાવવામાં આવી છે. તેમજ પીએમ મોદીએ રશિયાના લોકો માટે મફત ઇ-ટૂરિસ્ટ વિઝાની જાહેરાત કરી હતી. આ ઇ-વિઝા 30 દિવસ માટે માન્ય રહેશે. આ ઉપરાંત આ કરારો બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવશે અને વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીને પ્રોત્સાહન આપશે.

ભારત અને રશિયાએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું

આ વાટાઘાટો બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત બાદ ભારત અને રશિયાએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, 15 વર્ષ પૂર્વે વર્ષ 2010 માં બે દેશની ભાગીદારીને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. છેલ્લા અઢી દાયકાથી રાષ્ટ્રપતિ પુતિને પોતાના નેતૃત્વ અને દ્રષ્ટિકોણથી આ સંબંધને પોષ્યો છે. તેમના નેતૃત્વએ કોઈપણ પરિસ્થિતિમાં બે દેશના સંબંધોને નવી ઉંચાઇ આપી છે.

ભારતે રશિયનો માટે મફત ઇ-ટૂરિસ્ટ વિઝા શરૂ કર્યા

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ રશિયાના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે જાહેરાત કરી કે ભારતે રશિયનો માટે મફત ઇ-ટૂરિસ્ટ વિઝા શરૂ કર્યા છે. આ ઇ-વિઝા 30 દિવસ માટે માન્ય રહેશે.

ભારતીય કામદારો માટે સ્થળાંતર કરાર સારા સમાચાર છે

ભારત-રશિયા ઈમિગ્રેશન અંગેના અગત્યના કરારમાં વિદેશમાં કામ કરવા માંગતા કામદારો માટે સારા સમાચાર છે. આ કરાર હેઠળ ભારતીય કામદારો સારી રીતે રશિયા મુસાફરી કરી શકશે અને વધુ સારો પગાર મેળવી શકશે. હાલમાં કેનેડા અને યુકે જેવા યુરોપિયન દેશોમાં વધતા કડક ઈમિગ્રેશન નિયમો વચ્ચે આ કરાર રાહત આપશે.

ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરશે

ભારત અને રશિયા વચ્ચે ખાતર ઉત્પાદન સહયોગમાં ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરશે. ભારત રશિયાથી મોટા પાયે યુરિયાની આયાત કરે છે. આ કરારથી હવે ભારત રશિયા સાથે સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરી શકશે.

આ પણ વાંચો…ભારત ‘ન્યુટ્રલ’ નહીં, ભારતનો પક્ષ છે…… રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે PM મોદીએ આપ્યું મહત્ત્વનું નિવેદન

આ ઉપરાંત ભારત અને રશિયા વચ્ચે થયેલા સાત ક્ષેત્રોના કરાર પર નજર કરીએ તો,

  1. સહકાર અને સ્થળાંતર પર કરાર
  2. કામચલાઉ શ્રમ પ્રવૃત્તિઓ પર કરાર
    3 . આરોગ્ય સેવા, તબીબી શિક્ષણ પર કરાર
    4 . ખાદ્ય સલામતી અને ધોરણો પર કરાર
  3. પોલર જહાજો પર કરાર
    6 . દરિયાઈ સહકાર પર કરાર
  4. ખાતરો પર કરાર

ભારત-રશિયા મિત્રતા ધ્રુવ તારાની જેમ ચમકી રહી છે

ઉલ્લેખનીય છે કે, 23માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન બાદ પીએમ મોદીએ કહ્યું, “છેલ્લા આઠ દાયકામાં, વિશ્વએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. માનવતાએ અનેક પડકારો અને કટોકટીનો સામનો કર્યો છ. આ બધા વચ્ચે ભારત-રશિયા મિત્રતા ધ્રુવ તારાની જેમ ચમકી રહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button