ટોપ ન્યૂઝનેશનલ

આજથી બદલાયા આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

નવી દિલ્હીઃ વર્ષ 2024નો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. આજે 1 ડિસેમ્બરથી અનેક બદલાવ થયા છે. આ બદલાવની તમારા જીવનની સાથે ખિસ્સા પર પણ પડશે.

LPG ગેસના ભાવમાં વધારો
નવો મહિનો શરૂ થતાં જ અનેક પ્રકારના બદલાવ જોવા મળે છે. એલપીજીના ભાવમાં થતો બદલાવ આમ આદમીને સીધો જ પ્રભાવિત કરે છે. આજે એલપીજી ગેસના ભાવમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરનો 1810.50 રૂપિયા પર પહોંચ્યો છે.

ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમ
1 ડિસેમ્બર 2024થી દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ કર્યો છે. પહેલા ક્રેડિટ કાર્ડના યુઝ માટે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ કે મર્ચન્ટ સાથે જોડાયેલા ટ્રાન્ઝેકશન પર રિવોર્ડ્સ પોઇન્ટ મળતા હતા પરંતુ આજથી આ બંધ થઈ ગયું છે.

Also Read – જીડીપીના નિયમોમા સરકાર દાયકા પછી આ સુધારો કરશે

OTPના નિયમોમાં બદલાવ
ક્રેડિટ કાર્ડ ઉપરાંત ઓટીપીના નિયમોમાં પણ બદલાવ થયો છે. ઓટીપી સંબંધિત ટ્રેસેબિલિટી નિયમને ટેલિકોમ કંપનીઓ આજે લાગુ કરી શકે છે. તેનાથી સ્પેમ અને ફિશિંગ મામલામાં રોક લગાવી શકાશે. તેમજ ટેલિકોમ કંપની દ્વારા મોકલવામાં આવેલા મેસેજ ટ્રેસ કરી શકાશે.

Also Read – સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ૨૫ લાખ ટન ઘઉંનું વેચાણ કરશે

બેંક હોલિડે
ડિસેમ્બર મહિનામાં વિવિધ રાજ્યોમાં 17 દિવસ બેંક રહેશે. આરબીઆઈની બેંક હોલિ ડે લિસ્ટમાં તમને વિવિધ રાજ્યોની રજા જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button