નેશનલ

ગૂડ્સ ટ્રેનના વ્હિલની વચ્ચે બેસી ગયેલા બાળકને આરપીએફે બચાવ્યું

લખનઊ: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક બાળક માટે આરપીએફનો જવાન ભગવાન બનીને જીવ બચાવ્યો હતો. ગૂડ્સ ટ્રેનના બે પૈડાની વચ્ચે એક બાળક બેસી ગયું હોવાના સમાચાર મળ્યા બાદ તેને આબાદ ઉગારી લેવામાં આવ્યું હતું.

લખનઊમાં રમતા-રમતા એક બાળક ગુડ્સ ટ્રેનના પૈડાંઓ વચ્ચે બેસી ગયું હતું. એટલું જ નહીં, ટ્રેન શરૂ થતાં તે ઉતરી શક્યું નહોતું ત્યાર બાદ ગુડ્સ ટ્રેન અનેક કિલોમીટર દોડીને હરદોઇમાં ઊભી રહેતા આ બાળકને બહાર સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો.

તાજેતરમાં આ ઘટનામાં ગુડ્સ ટ્રેનના ચેકિંગ દરમિયાન એક બાળક ટ્રેનના પૈડાં વચ્ચે બેઠેલો રેલવે પોલીસને જોવા મળ્યો હતો. ટ્રેનના પૈડાંની વચ્ચે બેસેલા બાળકની માહિતી રેલવે પોલીસને આપવામાં આવ્યા પછી આ બાળકને હરદોઈ રેલવે સ્ટેશન પરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે રેલવે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી હતી.

ગુડ્સ ટ્રેનના પૈડા વચ્ચે ફસાઈને લગભગ 100 કિલોમીટર ટ્રાવેલ કરી એક બાળક લખનઊથી હરદોઇ આવી ગયો હતો અને જ્યારે આ બાળકને રેસ્કયૂ કરવામાં આવ્યું ત્યારે ખૂબ ડરી ગયો હતો.

આ બાળક સાથે પૂછપરછ કરીને તેને ચાઇલ્ડ કેર સેન્ટરને સોંપવામાં આવ્યો હતો. આ બાળકે તેનું નામ અજય કહ્યું હતું અને તે લખનઊનો હોવાનું જણાવ્યું હતું. તે રમતા રમતા નજીકમાં ઊભેલી એક માલગાડીના નીચે રહેલી ખાલી જગ્યામાં જઈને બેસી ગયો હતો અને તે દરમિયાન જ ટ્રેન ઉપડી પડી હતી. અજયને રેસક્યું કરનારા રેલવે પોલીસના જવાનની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે, જ્યારે લોકો તેની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button