
નવી દિલ્હીઃ શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ અને તેમાં થયેલા મૃત્યુ અંગે આરપીએફે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમના અહેવાલો અનુસાર પ્લેટફોર્મ નંબર 12 ,13, 14, 15 અને 16 તરફ જતા માર્ગો સંપૂર્ણપણે બંધ હતા. સ્ટેશન પર ભીડ સતત વધતી જઈ રહી હતી. જેને ધ્યાનમાં રાખીને આરપીએફ ઇન્સ્પેક્ટરે સ્ટેશન ડિરેક્ટરને સ્પેશિયલ ટ્રેન વહેલી ચલાવવાની સલાહ આપી હતી. રિપોર્ટમાં એમ પણ જાણવા મળ્યું હતું કે નાસભાગ રાતે 8.48 કલાકે થઈ હતી.
Also read : દિલ્હી રેલવે સ્ટેશનની ઘટના બાદ સરકાર જાગી! દિલ્હી-સુરત સહિત 60 રેલ્વે સ્ટેશનો પર થશે મોટો ફેરફાર
આરપીએફના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારે રાત્રે પ્લેટફોર્મ નંબર 12 પરથી શિવગંગા એક્સપ્રેસ રવાના થઈ ત્યારબાદ મુસાફરોની ભીડ જમા થવા માંડી હતી, જેના કારણે 12, 13, 14, 15, 16 પ્લેટફોર્મ પર જતાં રૂટ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયા હતા. RPF ઇન્સ્પેક્ટરે સ્ટેશન DIRECTORને સ્પેશિયલ ટ્રેન વહેલી ચલાવવાની સલાહ આપી હતી. સીસીટીવી ફૂટેજમાં ભારે ભીડ જોયા બાદ પ્રયાગરાજ માટે દર કલાકે 1500 ટિકિટ વેચતી રેલવે ટીમને તાત્કાલિક અસરથી ટિકિટ વેચાણ બંધ કરવાનું જણાવવામાં આવ્યું હતું.
જ્યારે ફરજ પરના આરપીએફ સ્ટાફ રાત્રે 8:45 વાગે ભીડવાળા એફઓબી(ફૂટ ઓવર બ્રિજ) પરથી લોકોને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જાહેરાત કરવામાં આવી હતી કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12થી રવાના થશે. થોડા સમય પછી સ્ટેશન પર ફરીથી જાહેરાત કરવામાં આવી એ કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પરથી રવાના થશે.
ત્યારબાદ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. આરપીએફના જણાવ્યા અનુસાર રાત્રે 8.48 કલાકે નાસભાગની જાણ કરવામાં આવી હતી.
જાહેરાત પછી મુસાફરોમાં નાસભાગ મચી ગઈઃ-
રેલવેની જાહેરાત સાંભળીને પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેનના મુસાફરો પ્લેટફોર્મ નંબર 12, 13 અને 14,15 પરથી ફૂટ અવર બ્રિજ પર જવા માટે દોડવા લાગ્યા. આ દરમિયાન બીજી ટ્રેનના મુસાફરો સીડી પરથી નીચે ઉતરી રહ્યા હતા અને તેમની વચ્ચે ધક્કામુક્કી થવા લાગી, જેમાં કેટલાક લોકો પડી ગયા જેના કારણે નાસભાગ મચી ગઈ.
Also read : Delhi Stampede:રેલ્વે સ્ટેશન દુર્ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કરવામાં આવી આ માંગ
શનિવારે રાત્રે નવી દિલ્હી સ્ટેશન પર થયેલી ભાગદોડ માં 18 મુસાફરોના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃતકમાં 9 મહિલા, પાંચ બાળકો અને ચાર પુરુષોનો સમાવેશ થતો હતો. આ બધા લોકો બિહાર દિલ્હી અને હરિયાણાના હોવાનું જાણવા મળ્યું છે.