નેશનલ

રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ

18 હજાર રન પૂરા કર્યા

લખનઊ: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કર્યા હતા. રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે પોતાનો 48મો રન કરવાની સાથે આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. રોહિત શર્મા ભારત માટે 18 હજાર રન કરનાર પાંચમો બેટ્સમેન બની ગયો છે. અગાઉ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીએ 18 હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. હવે રોહિત શર્માએ આ ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
રોહિત શર્માએ 477 ઇનિંગ્સમાં 18 હજાર રન કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. રોહિત શર્માએ વનડે ફોર્મેટમાં 10,470 રન કર્યા છે. આ સિવાય રોહિત શર્માના નામે ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં અનુક્રમે 3,677 અને 3,853 રન છે. આ સિવાય રોહિત શર્માએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 45 સદી ફટકારી છે. જ્યારે પચાસ રનનો આંકડો 98 વખત પાર થયો છે.
રોહિત શર્માએ 257 વન-ડે મેચોની 249 ઇનિંગ્સમાં 31 સદી ફટકારી છે. આ સિવાય તે વન-ડે ફોર્મેટમા ત્રણ બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. રોહિત શર્માએ ટેસ્ટ ફોર્મેટમાં 10 સદી ફટકારી છે. આ સાથે જ ભારતીય કેપ્ટને ટી20 ફોર્મેટમાં ચાર સદી જ્યારે 29 અડધી સદી ફટકારી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત