રોબર્ટ વાડ્રાને કોર્ટમાં હાજર થવા ફરમાન, જાણો શું છે કેસ ?

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હવે ગુરુગ્રામના જમીન કૌભાંડમાં રાઉઝ એવન્યુ કોર્ટે રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યું છે. કોર્ટે ઇડીની ચાર્જશીટ પર સુનવણી પૂર્વે આ કેસની ચર્ચા માટે નોટીસ પાઠવી છે. સ્પેશિયલે જજે જણાવ્યું કે, આ કેસની ચાર્જશીટની સુનવણી પૂર્વે તે 11 આરોપીઓને સાંભળવા માંગે છે. આ અંગે કોર્ટે આગામી સુનાવણી 28 ઓગસ્ટના રોજ કરશે.
11 લોકો અને સંસ્થા વિરુદ્ધ કેસ દાખલ
આ કેસ વર્ષ 2008ના ગુરુગ્રામ સ્થિત શિકોહપુર ગામમાં જમીન ખરીદવા સાથે જોડાયેલો છે. જેમાં રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડે ખરીદી હતી. ઇડીએ 17 જુલાઈ 2025ના રોજ ફરિયાદમાં રોબર્ટ વાડ્રાની કંપનીના સત્યાનંદ યાજી, કેવલસિંહ વીરક સહિત 11 લોકો અને સંસ્થા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં પોલીસે એફઆઈઆર જમીન છેતરપીંડીથી ખરીદીને ગેરકાયદે લાયસન્સ મેળવવાનો આરોપ છે. તેમજ ઈડીએ આ કેસમાં 16 જુલાઈના રોજ 37. 64 કરોડની 43 મિલકત કામચલાઉ ધોરણે જપ્ત કરી લીધી છે.
રોબર્ટ વાડ્રાની કંપનીને 42. 62 કરોડનો ફાયદો થયો
ઈડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડે શિકોહપુર ગામમાં સરકારી અધિકારીઓની ખોટી મદદથી 3.5 એકર જમીન ખેડૂતો પાસેથી 7.5 કરોડમાં ખરીદી હતી. જયારે
આ પ્લોટને ડીએલએફને 58 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. જેના લીધે કંપની 42. 62 કરોડનો ફાયદો થયો હતો.