નવી દિલ્હી: રાજસ્થાનના કરોલીમાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. અહી એક બોલેરો અને ટ્રક વચ્ચે અથડામણમાં 9 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. હાલ અકસ્માતના મૃતદેહોને કરોલી હોસ્પિટલમાં પીએમ અર્થે લાવવામાં આવ્યા છે. આ અકસ્માત કરૌલી મંડરાલય માર્ગના ડુંડાપૂરા રોડ પર સર્જાયો હતો.
આ પણ વાંચો: પુણે પોર્શે કાર અકસ્માત: સગીર આરોપીની મુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું પુણે પોલીસે નક્કી કર્યું
કરૌલીમાં બોલેરો અને ટ્રક વચ્ચે અથડામણમાં 9 લોકોના મોત થયા છે. બોલેરો સવાર ચાર લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને કરૌલી જિલ્લા હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. કરૌલી-મંડરાયલ રોડ પર દુંદાપુરા વળાંક પાસે આજે સોમવાર સાંજે લગભગ 5 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર કરૌલી-મંડરાયલ રોડ પર દુંદાપુરા વળાંક પાસે એક ઝડપી કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે. વાહનોની ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પોલીસે તમામ ઘાયલોને કરૌલી જિલ્લા હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં તબીબ દ્વારા 9 લોકોને મૃત જાહેર કરાયા હતા. આ દરમિયાન 4 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અકસ્માતમાં મૃત્યુ પામેલા મજૂર પરિવારે અંગદાન કરી ત્રણ લોકોને આપ્યું જીવનદાન
ઘટનાની જાણ થયા બાદ કલેકટર નિલાભ સક્સેના, એસપી બ્રિજેશ જ્યોતિ ઉપાધ્યાય દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની માહિતી મેળવી હતી. નાયબ કલેકટર રાજવીર ચૌધરી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલો સાથે વાત કરી હતી.