અમિત શાહ વિરુદ્ધ RLD પ્રવક્તાને ટીકા કરવાનું પડ્યું ભારે, પાર્ટીએ લીધો મોટો નિર્ણય
નવી દિલ્હી: એનડીએ ગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકદળ (RLD)એ તેમની પાર્ટીના નેતાઓ સામે કડક કાર્યવાહી કરી છે. પાર્ટીએ તેના તમામ પ્રવક્તાઓને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે. આરએલડી અધ્યક્ષ જયંત ચૌધરીએ તમામ પ્રવક્તાઓને પદ પરથી હટાવી લીધા છે. કહેવાય રહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહન નિવેદન પર કરવામાં આવેલી ટીકા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
RLDએ જારી કર્યું નિવેદન
RLD અધ્યક્ષ જયંત ચૌધરીએ પોતાના તમામ પ્રવક્તાઓને પદ પરથી હટાવી દીધા છે. પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, પાર્ટીના તમામ પ્રવક્તાઓ તાત્કાલિક અસરથી હટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આરએલડીના પ્રવક્તાએ ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની ટીકા કરી હતી, ત્યારબાદ પાર્ટીએ આ નિર્ણય લીધો છે. ડો. બાબાસાહેબ આંબેડકરને લઈને રાજ્યસભામાં ગૃહમંત્રીએ આપેલા નિવેદન બાદ વિપક્ષ તરફથી ભારે વિરોધ થયો હતો.
Rashtriya Lok Dal (RLD) removes all its national and Uttar Pradesh spokespersons from their posts. pic.twitter.com/ziGIrHWHhO
— ANI (@ANI) December 23, 2024
અમિત શાહે શું કહ્યું?
રાજ્યસભાની અંદર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, ‘આ હવે એક ફેશન બની ગઈ છે – આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો તમે આટલું નામ ભગવાનનું લીધું હોત તો સાત ધર્મ સુધી સ્વર્ગમાં ગયા હોત. .’ અમિત શાહના આ નિવેદનને ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન ગણાવ્યું હતું અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી.
શું કહ્યું હતું તેમણે?
મીડિયા અહેવાલો અનુસાર આરએલડીના પ્રવક્તા કમલ ગૌતમ દ્વારા અમીત શાહના નિવેદન બાદ ટીકા કરવામાં આવી હતી. પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગૃહમંત્રીનું આ નિવેદન યોગ્ય નથી, તેમણે માફી માંગવી જોઇએ. જે લોકો ડો. બાબાસાહેબ આંબેડકરને ભગવાન માંને છે, તેઓ જરુંર માનશે, આવું નિવેદન યોગ્ય નથી.”