
પટણાઃ બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને વધુ એક ફટકો પડ્યો છે. આરજેડી વિધાન સભ્ય ભરત બિંદ એનડીએમાં જોડાયા છે. ભરત બિંદ બિહારના ભભુઆના વિધાનસભ્ય છે. અત્યાર સુધીમાં બિહારમાં આરજેડીના 5 વિધાનસભ્યો આરજેડી છોડીને એનડીએ કેમ્પમાં જોડાયા છે. એટલું જ નહીં, પક્ષ બદલનારાઓમાં કોંગ્રેસના બે વિધાન સભ્ય પણ સામેલ છે.
જો કોંગ્રેસના 2 વિધાન સભ્ય પણ ઉમેરવામાં આવે તો, અત્યાર સુધીમાં INDIA બ્લોકના 7 વિધાન સભ્ય NDA કેમ્પમાં જોડાયા છે. આરજેડીના જે વિધાન સભ્યે એનડીએનો હાથ ઝાલ્યો છે, તેમાં પ્રહલાદ યાદવ, ચેતન આનંદ, વીના દેવી, સંગીતા દેવી અને ભરત બિંદનો સમાવેશ થાય છે.