લાલુના ખાસ રેતી માફિયા સુભાષ યાદવની EDએ કરી ધરપકડ, દરોડામાં 2 કરોડ રોકડ અને અન્ય દસ્તાવેજ જપ્ત
નવી દિલ્હી: લાલુ પ્રસાદના નજીકના RJD નેતા સુભાષ યાદવની EDએ ધરપકડ કરી છે. (subhash yadav arrested by ED) EDએ સુભાષ યાદવની 8 જગ્યાઓ પર 14 કલાક રેડ કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર દનાપુર સ્થિત નિવાસ સ્થાને 2 કરોડ રોકડ રકમ સિવાય સ્થાવર મિલકત સબંધી દસ્તાવેજો પણ મળ્યા છે. આપને જણાવી દઈએ કે શુભાષ યાદવ બાલુ સુભાષ યાદવ 2019માં RJD ની ટિકિટ પર લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેની સામે પટનામાં ગેરકાયદેસર રેતી ખનન માટે કેસ નોંધાયેલા છે. આવકવેરા વિભાગે તેના સ્થાન પર પણ દરોડા પાડ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુભાષ યાદવની બાહુબલી તરીકેની ઇમેજ છે, તેની ધરપકડ કરવી સરળ નથી. સુભાષ યાદવની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે. તેણે ઘણા મોટા લોકોને ફાઇનાન્સ પણ કર્યું છે. આ વખતે પણ તેઓ ચૂંટણી લડવાનું વિચારી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે EDએ સુભાષ યાદવના ઘરે દરોડા પાડ્યા હતા. લાલુ યાદવના નજીકના રેત માફિયા સુભાષ યાદવ પર EDએ પોતાની પકડ વધુ કડક કરી છે. શનિવારે તેના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સુભાષ યાદવ RJD ના નેતા છે અને ઝારખંડમાંથી RJDની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચુક્યા છે.
EDએ દાનાપુર સહિત 8 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, EDની ટીમ શનિવારે RJD ચીફ લાલુ પ્રસાદ યાદવના નજીકના સુભાષ યાદવના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. સુભાષ યાદવ વિરુદ્ધ રેતીના કારોબાર સંબંધિત કેસમાં ED આ કાર્યવાહી કરી રહી છે.