ઓપરેશન સિંદૂર બાદ ભારતના સમર્થનમાં આવ્યા ઋષિ સુનક, કહ્યું યોગ્ય કાર્યવાહી

નવી દિલ્હી : ભારતે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદી કેમ્પો પર મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલામાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતીય સેનાએ આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે. ભારતની આ કાર્યવાહી પર દુનિયાભરના નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. ત્યારે બ્રિટિનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે પણ આ મામલે ભારતને ટેકો આપ્યો છે.
ભારતનો આતંકવાદી કેમ્પો પર હુમલો યોગ્ય
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું, “કોઈપણ દેશે બીજા દેશ દ્વારા કરાયેલો આતંકવાદી હુમલા સહન ન કરવા જોઇએ. ભારતનો આતંકવાદી કેમ્પો પર હુમલો યોગ્ય છે. આતંકવાદીઓને કોઈપણ પ્રકારની છૂટ આપી શકાય નહીં.
આ પણ વાંચો ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના લાહોરમાં સીરીયલ બ્લાસ્ટ, એરપોર્ટ બંધ કરાયું
આતંકવાદ ક્યારેય જીતી શકશે નહીં
આ પૂર્વે ઋષિ સુનકે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. ઋષિ સુનકે લખ્યું હતું કે- “પહલગામમાં થયેલા બર્બર હુમલામાં નવદંપતી, બાળકો અને ઉજવણી કરતા પરિવારોના જીવ ગયા છે. અમને દુ:ખ થયું છે. બ્રિટન શોકમાં ડૂબી ગયેલા લોકો સાથે દુઃખ અને એકતામાં ઉભું છે. આતંકવાદ ક્યારેય જીતી શકશે નહીં. અમે ભારત સાથે આ ઘટનાનો શોક વ્યક્ત કરીએ છીએ.”