નવી દિલ્હી: રિષભ પંત આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો પ્લેયર બન્યો છે અને શ્રેયસ ઐયર બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી છે, પરંતુ આ બન્નેને તેમ જ અન્યોને તેમનું ફ્રેન્ચાઈઝી પૂરી રકમ નહીં આપી શકે કારણકે મોટો ટેક્સ કપાઈને પછી તેમના હાથમાં ખરેખરી રકમ આવશે.
આ પણ વાંચો : ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ શુક્રવારે નક્કી થઈ જશે, જાણો કેવી રીતે…
રિષભ પંતને લખનઊએ 27 કરોડ રૂપિયામાં, શ્રેયસને પંજાબે 26.75 કરોડ રૂપિયામાં અને જૉશ બટલરને ગુજરાતે 15.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
એક અહેવાલ મુજબ આઈપીએલના ફ્રેન્ચાઈઝીઓ હરાજીમાં ખરીદેલા ખેલાડીઓને 10 ટકા ટીડીએસ (ટેક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ) કાપીને તેમ જ ભારતીય આવક વેરાના અન્ય નિયમોને આધારે બાકીની કપાત કર્યા બાદ કોન્ટ્રેક્ટ-મનીને લગતા પૈસા આપશે. મોટા ભાગની ટીમો ખેલાડીને વર્ષ દરમ્યાન બેથી ત્રણ હપ્તામાં પૂરી રકમ આપી દે છે.
અહેવાલમાં એવું જણાવાયું છે કે 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા પંતની સૅલરીમાંથી અંદાજે 8.10 કરોડ રૂપિયા કપાઈ જશે અને તેના હાથમાં લગભગ 18.90 કરોડ રૂપિયા આવશે.
અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે પંજાબ પાસેથી 26.75 કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ મેળવનાર શ્રેયસની સૅલરીમાંથી કુલ 30 ટકા જેટલી રકમ કપાશે અને તેના હાથમાં અંદાજે 18.73 કરોડ રૂપિયા આવશે.
બટલરને ગુજરાતના ફ્રેન્ચાઇઝીએ 15.75 કરોડ રૂપિયામાં સાઈન કર્યો છે અને તેના હાથમાં અંદાજે 12.60 કરોડ રૂપિયા આવશે.
આ પણ વાંચો : ભારતના ચેસ ખેલાડી D. Gukesh ચીનના વર્લ્ડ ચૅમ્પિયનને ગેમ ડ્રૉમાં લઈ જવાની ફરજ પાડી
આ જ પ્રમાણે અન્ય ખેલાડીઓની રકમમાંથી પણ પ્રમાણસર કર કપાત થશે.