નેશનલ

અમેરિકામાં દેખાયું ‘રિંગ ઑફ ફાયર’ ગ્રહણ, લોકોમાં ઉત્સાહ અને આનંદ

કાન્કુન (મેક્સિકો): શનિવારે અમેરિકામાં સૂર્યના દુર્લભ કંકણાકૃતિ ગ્રહણ જે ‘રિંગ ઓફ ફાયર’ તરીકે પણ ઓળખાય છે, દેખાતા લોકોમાં ઉત્સાહ અને આનંદ વ્યાપેલો જોવાયો હતો. સમગ્ર અમેરિકામાં લાખો લોકો માટે તે એક અદ્ભુત નજારો હતો, કારણ કે ચંદ્રના પડછાયામાં ઢંકાયેલા સૂર્યની બાહ્ય ધારના તેજસ્વી વર્તુળ સિવાયનો સમગ્ર ઢંકાયેલો હતો.

કેરેબિયન રિસોર્ટ શહેર કાન્કુનમાં સેંકડો લોકો ગ્રહણ જોવા માટે પ્લેનેટોરિયમમાં ભેગા થયા હતા. ઉત્સાહિત બાળકો સીટી વગાડતાં હતાં, કેટલાક પુખ્ત વયના લોકો ગ્રહણને આવકારવા માટે તેમના હાથ આકાશ તરફ ઊંચા કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા હતા. આખા સૂર્યગ્રહણથી વિપરીત, અગ્નિકંકણાકૃતિ ગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે આવરી લેતો નથી. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે તે એક તેજસ્વી, ઝળહળતી ધાર છોડી દે છે, જેને આપણે કંકણાકૃતિ અને પશ્ર્ચિમમાં ‘રિંગ ઓફ ફાયર’ તરીકે ઓળખાય છે.

આખું ગ્રહણ કોઈપણ સ્થળે લગભગ ૨.૩૦ થી ૩ કલાક સુધી ચાલ્યું. વિવિધ સ્થાનોના આધારે કંકણાકૃતિ ત્રણથી પાંચ મિનિટની જોવા મળી હતી.

અમેરિકામાં કેલિફોર્નિયા, એરિઝોના અને કોલોરાડોના સ્લિવર સાથે ઓરેગોન, નેવાડા, ઉટાહ, ન્યુ મેક્સિકો અને ટેક્સાસ. પછી મેક્સિકોનું યુકાટન પેનિનસુલા, બેલીઝ, હોન્ડુરાસ, નિકારાગુઆ, કોસ્ટા રિકા, પનામા, કોલંબિયા અને બ્રાઝિલ. પશ્ર્ચિમ ગોળાર્ધના બાકીના મોટા ભાગના ભાગમાં આંશિક ગ્રહણ થયું. નાસા અને અન્ય જૂથોએ ઇવેન્ટનું જીવંત પ્રસારણ કર્યું હતું.

શનિવારનું ગ્રહણ બ્રાઝિલ માટે ૧૯૯૪ પછીનું પ્રથમ કંકણાકૃતિ ગ્રહણ હોવાથી ત્યાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને દેશની રાષ્ટ્રીય વેધશાળાએ આ ઘટનાનું ઓનલાઈન પ્રસારણ કર્યું જ્યારે હજારો લોકો આ ઘટનાના સાક્ષી બનવા માટે ઉત્તર અને ઉત્તરપૂર્વીય પ્રદેશોના ઉદ્યાનો અને દરિયાકિનારા પર ઉમટી પડ્યા. આગામી એપ્રિલમાં, સંપૂર્ણ સૂર્યગ્રહણ વિરુદ્ધ દિશામાં યુ.એસ.ને પાર કરશે. તે મેક્સિકોમાં શરૂ થશે અને કેનેડામાં સમાપ્ત થતાં પહેલાં ટેક્સાસથી ન્યૂ ઇંગ્લેન્ડ જશે. રિંગ ઓફ ફાયરની આગલી રિંગ આવતા વર્ષે ઓક્ટોબરમાં દક્ષિણ અમેરિકાના સૌથી દક્ષિણ છેડે જોવા મળશે. એન્ટાર્કટિકામાં ૨૦૨૬માં કંકણાકૃતિ ગ્રહણ થશે. અમેરિકામાં હવે પછી ઠેઠ ૨૦૩૯માં આ ગ્રહણ દેખાવાનું હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું હતું.
તે વખતે તેના સીધા માર્ગમાં અલાસ્કા એકમાત્ર રાજ્ય હશે. (એપી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button