એક લિટર પેટ્રોલ વેચીને કેટલા રૂપિયાની કમાણી કરે છે પેટ્રોલપંપના માલિક?
દિન પ્રતિદિન જે રીતે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિમાં હવે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે પેટ્રોલ વેચતા પંપમાલિકોને એમાંથી કેટલા રૂપિયાની આવક થાય છે? તેમને કેટલું કમિશન મળે છે? ચાલો આજે તમને પેટ્રોલપંપ માલિકોની કમાણી અને પેટ્રોલના વેચાણ બાદ તેમને મળતા કમિશનનું આખું ગણિત જણાવીએ.
ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો મહારાષ્ટ્રની નજીક આવેલા ગુજરાતમાં આશરે પેટ્રોલની કિંમત 94-95 રૂપિયા લિટરની આસપાસ છે. બિહારમાં 106 રૂપિયામાં એક લિટલ પેટ્રોલ વેચવામાં આવે છે. જ્યારે આંદામાન અને નિકોબારમાં એક લિટર પેટ્રોલની કિંમત 82 રૂપિયા જેટલી છે. આ રીતે પેટ્રોલના દર દરેક જગ્યાએ અલગ-અલગ હોય છે. જેના કારણે કમાણી કરાયેલી આવક સ્થળ પ્રમાણે બદલાય છે. જોકે, કમિશનનો દર દરેક જગ્યાએ સમાન છે.
આ પણ વાંચો: Petrol-Diesel: મેરઠમાં પકડાઈ નકલી પેટ્રોલ-ડીઝલની ફેક્ટરી, એક દિવસની કમાણી હતી અધધ…
ચાલો આજે તમને જણાવીએ કે આખરે પેટ્રોલ વેચીને આખરે પેટ્રોલપંપ માલિકોને કેટલા રૂપિયાની કમાણી થાય છે. હવે એ જાણવાનો પ્રયાસ કરીએ કે આખરે પેટ્રોલપંપ માલિકો પેટ્રોલ વેચીને કેટલી કમાણી કરે છે. હકીકતમાં ઓપરેટરોને પેટ્રોલના વેચાણ માટે લીટર દીઠ કમિશન મળે છે. એ તેમનો નફો છે. ડીલરોને પેટ્રોલ માટે 1,868.14 રૂપિયા પ્રતિ કિલોલીટર અને ડીઝલ માટે 1,389.35 રૂપિયા કમિશન મળે છે.
અહીંયા તમારી જાણ માટે એક કિલોલીટર પેટ્રોલ એટલે એક હજાર લિટર પેટ્રોલ. આ હિસાબે એક લીટર પર લગભગ 2 રૂપિયાનું કમિશન મળે છે. આ હિસાબે 100 રૂપિયાનું પેટ્રોલ વેચીને પંપ માલિકો લગભગ 2.5 રૂપિયા કમાણી કરે છે. આ ઉપરાંત એક લિટર પેટ્રોલ માટે આપણે જેટલી કિંમત ચૂકવીએ છીએ. તે કિંમતનો લગભગ અડધો ભાગ ટેક્સમાં જાય છે. આ ટેક્સમાં કેન્દ્ર અને રાજ્યની પણ હિસ્સેદારી હોય છે.