નેશનલ

રેવંત રેડ્ડી તેલંગણાના મુખ્ય પ્રધાન બનશે

હૈદરાબાદ: તેલંગણા વિધાનસભામાં કોડાનગાલ બેઠક પરથી ચૂંટાયેલા કૉંગ્રેસના ઉમેદવાર રેવંત રેડ્ડીને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવા પક્ષના મોવડી મંડળે મંગળવારે મંજૂરીની મહોર મારી હતી. તેઓ સાત ડિસેમ્બર, ગુરુવારે રાજ્યના મુખ્ય પ્રધાનના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે.

રેવંત રેડ્ડી કામારેડ્ડીની બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ કોડાનગાલ બેઠક પરથી જીતી ગયા હતા. તેઓ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, તેલુગુ દેશમ્ પાર્ટી અને બીઆરએસમાં પણ કામ કરી ચૂક્યા છે. તેઓ થોડા સમય પહેલાં જ કૉંગ્રેસમાં જોડાયા હતા.

તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના વિજયને પગલે અનુમુલા રેવંત રેડ્ડી રાજ્યના મુખ્ય પ્રધાન બનવાના છે. તેમની રાજકીય સફર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના નેતાથી શરૂ થઇ
હતી અને ૫૬ વર્ષની વયે રાજ્યની સત્તા સંભાળવાના છે. તેઓ ૨૦૧૫માં વિધાન પરિષદની ચૂંટણીમાં તેલુગુ દેશમ્ પાર્ટીના ઉમેદવાર માટે મત આપવા એક વિધાનસભ્યને લલચાવવા કહેવાતી લાંચ આપતા ‘કેમેરામાં કેદ’ થઇ ગયા હતા. તેમને હૈદરાબાદની જેલમાં રખાયા હતા, પરંતુ બાદમાં જામીન મળ્યા હતા.

બીઆરએસના વડા કે. ચંદ્રશેખર રાવ અને તેમના પક્ષના અન્ય નેતાઓ તેમ જ અસાદુદ્દીન ઓવૈસીના નેતૃત્વ હેઠળના એઆઇએમઆઇએમ દ્વારા રેડ્ડીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથેના સંબંધ બદલ તેમની આકરી ટીકા કરાય છે.

અનુમુલા રેવંત રેડ્ડી થોડા સમય માટે બીઆરએસ (ભૂતપૂર્વ ટીઆરએસ)માં હતા. તેઓ ૨૦૦૬માં જિલ્લા પરિષદની ચૂંટણી અપક્ષના ઉમેદવાર તરીકે જીત્યા હતા.

બાદમાં, તેઓ અખંડ આંધ્ર પ્રદેશ રાજ્ય વિધાન પરિષદમાં ૨૦૦૭માં અપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.

રેડ્ડી તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી)માં જોડાયા હતા અને પક્ષના વડા તેમ જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુના વિશ્ર્વાસુ સાથી બની ગયા હતા.

રેડ્ડી આર્ટ્સમાં સ્નાતક થયા છે અને તેલુગુ દેશમ્ પાર્ટીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા અને બાદમાં તેલંગણા વિધાનસભામાં ૨૦૧૪માં ચૂંટાયા હતા.

રેડ્ડી ૨૦૧૮માં ચૂંટણી હાર્યા હતા અને ત્યારે તેલુગુ દેશમ્ પાર્ટી છોડીને કૉંગ્રેસમાં જોડાયા હતા. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ…