નેશનલ

ભારતમાં રોઇટર્સનું સત્તાવાર એક્સ હેન્ડલ બ્લોક, સરકારે કરી આ સ્પષ્ટતા

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સનું સત્તાવાર એક્સ હેન્ડલ હાલમાં ભારતમાં બ્લોક છે. જે મુદ્દે અનેક તર્કવિતર્ક પ્રકાશમાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે અમે આ અંગે કોઇ આદેશ આપ્યો નથી. તેમજ જયારે યુઝર્સ તેને એક્સેસ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે લીગલ નોટિસ જોવા મળે છે. તેમજ લખ્યું છે તેના લીધે તે ભારતમાં ઉપલબ્ધ નથી.

જૂના આદેશ પર મોડી કાર્યવાહીનું પરિણામ

આ અંગે ભારત સરકારના પ્રવક્તાએ સ્પષ્ટપણે કહ્યું કે ભારત સરકારે રોઇટર્સના X હેન્ડલને બંધ કરવાની કોઈ જરૂર વ્યક્ત કરી નથી. અમે X સાથે મળીને આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સરકારનો દાવો છે કે આ કદાચ જૂના આદેશ પર મોડી કાર્યવાહીનું પરિણામ છે. જેની હાલમાં કોઈ સુસંગતતા નથી.

આપણ વાંચો: ભારત સરકાર એકશન મોડમાં, હવે પાકિસ્તાનના બે ન્યૂઝ પોર્ટલના એક્સ હેન્ડલ પર પ્રતિબંધ મૂક્યો…

ઓપરેશન સિંદૂરનો સંદર્ભ

આ અંગે સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે 7 મે, 2025 ના રોજ ભારત સરકારે ઓપરેશન સિંદૂર દરમિયાન સેંકડો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાની વિનંતી કરી હતી. જ્યારે રોઇટર્સના એકાઉન્ટ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે X એ આ જ આદેશ પર વિલંબિત કાર્યવાહી કરી છે. એક અધિકારીએ તેને પોતાની ભૂલ ગણાવી છે અને સરકારે હવે પ્લેટફોર્મને સેન્સરશીપ દૂર કરવા અને સ્પષ્ટતા માંગવા કહ્યું છે.

આપણ વાંચો: ઈલોન મસ્કનું Grok ચેટબોટ હિન્દીમાં અપશબ્દો સાથે જવાબ આપી રહ્યું છે? IT મંત્રાલયે એક્સનો સંપર્ક કર્યો

ભારતમાં આ હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા

રોઇટર્સનું મુખ્ય એક્સ હેન્ડલ અને રોઇટર્સ એક્સ વર્લ્ડનું હેન્ડલ ભારતમાં બ્લોક છે. જો કે, આ સિવાય,
રોઇટર્સ એશિયા, રોઇટર્સ ટેક અને રોઇટર્સ ફાસ્ટ ચેક સરળતાથી ચાલી રહ્યા છે. જે સૂચવે છે કે આ સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ પસંદગીયુક્ત અને આંશિક બ્લોકિંગ છે.

X ની નીતિ અનુસાર જો તેમને કોઈ દેશની સરકાર અથવા કોર્ટ તરફથી કાનૂની આદેશ મળે છે, તો અમે તે દેશમાં સંબંધિત સામગ્રી અથવા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી શકીએ છીએ. જો કે, જો આવું કોઈ અન્ય કારણોસર થાય છે, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સરકાર અને X વચ્ચે કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button