કાશ્મીરની મસ્જિદમાં નિવૃત્ત પોલીસ અધિકારી ઠાર
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના બડામુલ્લા જિલ્લામાં મસ્જિદમાં અજાન આપી રહેલા પોલીસના ૭૨ વર્ષના નિવૃત્ત અધિકારીની આતંકવાદીઓએ ગોળીઓ મારીને હત્યા કરી હતી, એવી પોલીસે માહિતી આપી હતી. મોહમ્મદ શફૂ મિરની હત્યા કરાઈ એ પહેલાંની ક્ષણોનું વર્ણન કરતાં તેમના પિતરાઈ ભાઈ મુસ્તફાએ કહ્યું હતું કે પરોઢિયે પહેલાંની પ્રાર્થનાની જાણ કરવા લાઉડસ્પીકર પર અપાતી અઝાન ઓચિંતી અટકી ગઈ અને તેમના છેલ્લા શબ્દો હતા રહેમ. નઅશદુ અન્ના મોહમદુ રસૂલ-અલ્લાહથ (હું સાક્ષી છું કે મોહમ્મદ અલ્લાહના સંદેશવાહક છે) બાદ અઝાન અટકી ગઈ હતી.
પોલીસે કહ્યું હતું કે મિર ૨૦૧૨માં પોલીસના સિનિયર સુપરિનટેન્ડન્ટ તરીકે નિવૃત્ત થયા હતા. રવિવારે પરોઢિયે શેરી બડામુલ્લાના ગંતુમાલાના નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ સૈફી અઝાન આપી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓેએ તેમના પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી, એવી માહિતી કાશ્મીર ઝોન પોલીસે આપી હતી. મિર સ્થાનિક નમુએઝિનપ બન્યા હતા જેમનું કામ નમાઝ માટે બોલાવવા અજાન આપવાનું હતું.
બનાવ બાદ લોકો મોટી સંખ્યામાં મસ્જિદ સંકુલમાં અને તેમના ઘરની બહાર ભેગા થયા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની, બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે. પત્રકારો સાથે વાતચીત કરતા મુસ્તફાએ કહ્યું હતું કે મિર મારા પિતરાઈ ભાઈ હતા. તે ઓ દરરોજ અજાન આપતા હતા. આજે સવારે હું કુરાન વાંચી રહ્યો હતો ત્યારે હંમેશની જેમ તેમણે અઝાન આપવાનું શરૂ કર્યું હતું. આથી મેં કુરાન વાંચવાનું બંધ કયુર્ર્ં હતું . તેઓે થોડી અઝાન આપ્યા બાદ અટકી ગયા હતા અને મેં રહેમનો અવાજ સાંભળ્યો હતો જે અતિ ભારે અવાજમાં હતો. મેં માન્યું હતું કે મિર કદાચ બીજા કારણસર અટકી ગયા હશે. કદાચ તેમને ચક્કર આવવાથી તેઓ ઢળી પડ્યા હશે. જોકે થોડા સમય બાદ મને દુ:ખદ ઘટનાની જાણ થઈ હતી. મારી પુત્રીએ આવીને મને કહ્યું હતું કે શફી કાકા ગુજરી ગયા છે. અમે તેમના ઘરે ગયા હતા અને અમને ખબર પડી હતી કે તેમને બડામુલ્લાની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે તેમને ગોળી વાગવાથી ઈજા થઈ છે. મિરના કુટુંબીજનોએ દાવો કર્યો હતો કે તેમના પર ચાર ગોળી છોડાઈ હતી.
મિરના નાના ભાઈ અબ્દુલ કરીમે કહ્યું હતું કે હું સૂતો હતો, પરંતુ ઘોંઘાટને લીધે જાગી ગયો. મને લાગ્યું કે લાઉડસ્પીકરમાં ખરાબીને લીધે આવા અવાજો આવ્યા હશે. જોકે મારી પુત્રવધૂએ મને કહ્યું હતું કે હું લોકને રડતા સાંભળી રહી છું.
રાજકીય પક્ષોએ હત્યાની ટીકા કરી ભૂતપૂર્વ ઓફિસરના મરણ અંગે તેમના કુટુંબ પ્રત્યે દિલાસો વ્યક્ત કર્યો હતો.
નેશનલ કોન્ફરન્સે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની હિંસા સાંખી લેવાય નહીં. આ પક્ષના પ્રમુખ ફારૂક અબદુલ્લા અને ઉપપ્રમુખ ઓમર અબદુલ્લ બડામુલ્લાના દુખદ બનાવ અંગે શોક વ્યક્ત કર્યો હતો જેમાં એસપી મોહમ્મદ શફીને ઠાર મરાયા હતા.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખ મેહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે કેન્દ્રના સામાન્ય પરિસ્થિતીના પાખંડને જાળવી રાખવા નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. પહેલાં પાંચ જવાનોે આતંકવાદી સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. ત્યાર બાદ ત્રણ નિર્દોષ જણ પોલીસ કસ્ટડીમાં મરણ પામ્યા હતા. સંખ્યાબંધ લોકો હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. હવે નિવૃત્ત પોલીસ અધિકારીની હત્યા કરાઈ છે.
ભાજપે આ કૃત્યન કાયરતા ગણાવીને કહ્યું હતું કે આતંક અને આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. (એજન્સી)