yeh un dinon ki baat hai: વિભાજિત કૉંગ્રેસના પરિણામો પહેલીવાર દુરદર્શન પર લોકોએ જોયા હતા | મુંબઈ સમાચાર
નેશનલ

yeh un dinon ki baat hai: વિભાજિત કૉંગ્રેસના પરિણામો પહેલીવાર દુરદર્શન પર લોકોએ જોયા હતા

આવતીકાલના ચૂંટણીના પરિણામો જાણવાની ઉત્સુકતા તમને હશે. તમે ટીવી ચેનલો સામે કે મોબાઈલમાં તે જોશો અને આવતીકાલે આની જ ચર્ચા થશે, પણ તમે વિચારો કે આ પરિણામો તમારે રેડ્યો પર સાંભળવાના જ હોય અને બીજા દિવસે અખબારમાં વિગતવાર જોવાના હોય તો…અરે બાપરે આટલું ધૈર્ય તો આપણામાં હવે રહ્યું જ નથી. પણ તે સમયે લોકો પાસે કોઈ ઉપાય જ ન હતો. જોકે વર્ષ 1971ની ચૂંટણીના પરિણામો લોકોએ સાંભળ્યા કે વાંચ્યા ન હતા પણ જોયા હતા દુરદર્સન પર. હા, પહેલીવાર 1971માં દુરદર્શન પર લોકસભાની ચૂંટણીના પરિણામો બતાવવામાં આવ્યા હતા. આ ચૂંટણી પણ ઘણી રસપ્રદ હતી કારણ કે આ ચૂંટણીમાં વિભાજિત થયેલી કૉંગ્રેસ જ એકબીજાની મુખ્ય હરીફ હતી.

આ પણ વાંચો : Lok Sabha election results-2024: દિલ્હીમાં હલચલ, બધા કરી રહ્યા છે જીતના જશ્નની તૈયારી

પંડિત નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી કોંગ્રેસનું વિઘટન થયું. એવું કહેવાય છે કે ઈન્દિરા ગાંધીને કઠપૂતળી બનાવવાનું વિચારી રહેલા કે. કામરાજને ઈન્દિરા ગાંધીનો સ્વતંત્ર મિજાજ ગમ્યો નહીં.

આથી બે ભાગ પડી ગયા. કૉંગ્રેસ (ઓ) અને કૉંગ્રેસ (આઈ). આ ચૂંટણી બહુ રસપ્રદ હતી અને લોકોને તેના પરિણામો ટીવી પર જોવા મળ્યા. ચૂંટણીના પરિણામો ઈન્દિરા ગાંધીની કોંગ્રેસની તરફેણમાં આવ્યા. ઈન્દિરા ગાંધી 352 સાંસદો અને 43.68% (મત ટકાવારી)ની વિશાળ બહુમતી સાથે વડાં ધાન બન્યા.

જોકે દુરદર્શનની શરૂઆત 1959માં થઈ હતી, પરંતુ 1970થી દુરદર્શન ચૂંટણી જેવા કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કરતું થયું હતું. આ એ સમય હતો જ્યારે ઘરમાં ટીવી હોવું ખૂબ જ મોટી વાત ગણાતી અને સમૃદ્ધ ઘરોમાં જ ટીવી હતું. લોકો પોતાના ઘરમાં ન હોય તો પડોશીના ઘરમાં જઈ ટીવી જોતા હતા.

Back to top button