137 કરોડના મૂલ્યની રૂપિયા 200ની નોટ કેમ પાછી મંગાવી RBI એ? જાણી લેશો તો ફાયદામાં રહેશો…
હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2000 રૂપિયાની ગુલાબી નોટ પર મહત્વનું અપડેટ આપવામાં આવી હતી અને હવે RBI દ્વારા રૂપિયા 200ની નોટને લઈને મહત્વનું અપડેટ આપ્યું છે. આ અપડેટ વિશે જાણી લેવું તમારા માટે જ ફાયદાનો સોદો સાબિત થશે.
છેલ્લાં છ મહિના 200 રૂપિયાની નોટ માટે ખૂબ જ ભારે રહ્યા છે. સૌથી વધુ લખાણ પણ આ નોટ પર કરવામાં આવ્યું અને આ જ નોટ સૌથી વધુ ખરાબ થયેલી ફાટેલી અને જૂની થઈ ગઈ છે. આ જ કારણે આરબીઆઈ દ્વારા છેલ્લાં છ મહિનામાં એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં 137 કરોડ રૂપિયાના મૂલ્યની રૂપિયા 200ની નોટ બજારમાંથી પાછી મંગાવી લીધી છે.
આ આંકડાઓને જો ધ્યાનથી જોઈએ તો ગયા આખા વર્ષમાં જેટલી નોટો ખરાબ થઈ હતી એના કરતાં 2 કરોડ વધુ નોટ છ મહિનામાં જ ખરાબ થઈ ગઈ છે. એપ્રિલથી માર્ચ 2023-24માં 135 કરોડ રૂપિયાના મૂલ્યની નોટો ખરાબ થઈ હતી. કુલ ખરાબ નોટની સંખ્યા જોઈએ તો એમાં 500 રૂપિયાની નોટ સૌથી વધુ પ્રમાણમાં ખરાબ થઈ હતી. આરબીઆઇના છ માસિક રિપોર્ટમાં આ આંકડાઓ જણાવવામાં આવ્યા હતા.
આરબીઆઈ દ્વારા બજારમાં જૂની થઈ ગયેલી, સડી ગયેલી નોટને પાછી બોલાવી લે છે. તમામ નોટ ફાટી જાય કે એના પર લખાણ કર્યું હોય એવું નોટને પાછી બોલાવવામાં આવશે. આ વર્ષે પહેલાં છ મહિનામાં જ 200 રૂપિયાની નોટ કેમ ખરાબ થઈ છે એનું કારણ નિષ્ણાતો પણ નહોતા જણાવી શક્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે 2000 રૂપિયાની નોટ બંધ થઈ એના પછી 200 રૂપિયાનો નોટ સૌથી વધુ મૂલ્ય ધરાવતી બીજા નંબરની નોટ છે. આ કારણે પણ 200 રૂપિયાની સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ચલણી નોટ છે, જેને કારણે પણ તે સૌથી વધુ ખરાબ થઈ હોવાનો અંદાજ લગાવવા આવી રહ્યા છે. સૌથી વધુ મુલ્ય ધરાવતી નોટમાં પહેલા નંબર પર 500 રૂપિયાની નોટ આવે છે.