Bihar માં અનામતનું રાજકારણ શરૂ, પટના હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ RJD સુપ્રીમ કોર્ટ પહોંચી

નવી દિલ્હી : બિહારમાં(Bihar)હવે અનામતને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં બિહારમાં અનામત ક્વોટાને 65 ટકા સુધી વધારવાના મામલામાં પટના હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. જેમાં થોડા સમય અગાઉ હાઈકોર્ટે વંચિત, આદિવાસી અને પછાત વર્ગ માટે અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના કાયદાને રદ કરી દીધો હતો.
CJIની બેન્ચ આજે સુનાવણી કરશે
બિહારમાં જાતિ ગણતરી બાદ બિહાર સરકારે અનામત 50 થી વધારીને 65 ટકા કરી હતી. આ અંગેનું બિલ પણ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. જોકે, થોડા દિવસો પછી પટના હાઈકોર્ટે આ કાયદાને રદ કરી દીધો. આ પછી બિહાર સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે આરજેડીએ પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મુખ્ય ન્યાયાધીશની બેંચ આજે આરજેડીની અરજી પર સુનાવણી કરશે.
આરજેડીએ વિરોધ કર્યો હતો
રાષ્ટ્રીય જનતા દળે બિહારમાં જાતિ ગણતરી બાદ વધેલા અનામત અંગે રવિવારે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તે અનામતને સમાપ્ત કરવા માંગે છે. તેજસ્વીએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમ કોર્ટમાં પોતાનું સ્ટેન્ડ મજબૂત રીતે રજૂ કરશે.
ભાજપ પર આરોપ
તેજસ્વી યાદવે અનામત અને જાતિવાદના મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે નીતિશ કુમારને પર પ્રહાર કર્યા. પરંતુ તેમના પર સીધો હુમલો કરવાનું ટાળ્યું હતું. તેજસ્વીએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે તે નીતીશ ચાચાનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે ભાજપના લીધે જાતિ ગણતરી નથી થઈ રહી.
Also Read –