નેશનલ
પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન સુરક્ષામાં મોટી ખામી, એક વ્યક્તિ મેદાનમાં ઘુસ્યો….

દેશના દરેક રાજ્યોમાં આજ સવારથી જ ગણતંત્ર દિવસની ઉજવણી ચાલી રહી છે. જોકે અગાઉ સંસદમાં થયેલી ચૂકના કારણે આ વખતે દરેક બાબતમાં અગમચેતી રાખવામાં આવી રહી છે. પરેડમાં આવનાર દરેક વ્યક્તિની સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે. તેમ છતાં દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન સુરક્ષામાં ખામી સર્જાઈ હતી. 26 જાન્યુઆરીના રોજ સવારે એક વ્યક્તિ બળજબરીથી બેંગલુરુના પરેડ ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો અને રાજ્યના સીએમ સિદ્ધારમૈયા તરફ આગળ વધવા લાગ્યો હતો.
જોકે આ વ્યક્તિનું વર્તન થોડું અજુગતું લાગતા ત્યાંના સુરક્ષાકર્મીઓ એક્શન મોડમાં આવી ગયા અને પોલીસે તેને તરત જ કસ્ટડીમાં લઈ લીધો. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.