Delhi માં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીના મોતને લઈને રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્હી : દિલ્હીના(Delhi)પટેલ નગરમાં ગયા અઠવાડિયે 26 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું. માહિતી મળી હતી કે મૃતક વિદ્યાર્થી દિલ્હીમાં યુપીએસસી (UPSC)એટલે કે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. હવે આ સમગ્ર મામલાની તપાસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની તપાસમાં જાણવા મળ્યું છે કે ખુલ્લા વીજ વાયરે વિદ્યાર્થીનો જીવ લીધો હતો.
તપાસમાં શું મળ્યું?
વીજ કરંટથી જીવ ગુમાવનાર 26 વર્ષીય વિદ્યાર્થી નિલેશ રાયના મૃત્યુની તપાસ પટેલ નગર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)દ્વારા કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીએ લોખંડના ગેટને સ્પર્શ કર્યો હતો જેના સંપર્કમાં ખુલ્લા વાયર હતા. આ વાયર ઉપરનું કવર દૂર કરવામાં આવ્યું હતું. તપાસ અહેવાલમાં જણાવાયું છે કે પાણીના પંપનો વાયર લોખંડના ગેટ સાથે સંપર્કમાં હતો. વિદ્યાર્થીએ અકસ્માતે તેને સ્પર્શ કર્યો જેના કારણે તેનું મૃત્યુ થયું.
તાર લોખંડના ગેટને સ્પર્શતો હતો
પટેલ નગર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એ તપાસ રિપોર્ટમાં જણાવ્યું છે કે ખુલ્લા વાયર ઘણી જગ્યાએ લોખંડના ગેટને સ્પર્શતા હતા. આ વાયર દ્વારા પાણીના પંપને વીજળી પહોંચાડવામાં આવતી હતી. કહેવાય છે કે ઘટનાના દિવસે ભારે વરસાદ પડી રહ્યો હતો જેના કારણે સ્થિતિ વધુ બગડી અને પરિણામે નિલેશ રાયનું મોત નીપજ્યું.
જૂના રાજેન્દ્ર નગરમાં પણ કાર્યવાહી
જૂના રાજેન્દ્ર નગરમાં થયેલા અકસ્માત બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ હવે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા કોચિંગ સેન્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં અત્યાર સુધીમાં દિલ્હીમાં અલગ-અલગ સ્થળોએ બેઝમેન્ટમાં ચાલતા 13 કોચિંગ સેન્ટરને સીલ કરવામાં આવ્યા છે.
Also Read –