નવી દિલ્હીઃ રેણુકા મર્ડર કેસમાં કથિત રીતે સંડોવાયેલા કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપાના મેનેજરે આત્મહત્યા કરી લીધી છે. મેનેજરે એક સુસાઈડ નોટ અને મેસેજ તરીકે એક વીડિયો પણ મુક્યો છે. તેની સુસાઈડ નોટમાં દર્શન થૂગુદીપાના મેનેજરે એકલતા અનુભવી રહ્યા હોવાનું અને આ માટે પોતાની જાતને દોષી માનતો હોવાનું જણાવ્યું છે.
મેનેજરએ પોતાની એકલતાની લાગણીનો ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યો છે. આ વીડિયો દ્વારા તેણે એ પણ ખુલાસો કર્યો છે કે તેણે જે પણ કર્યું છે તેની સંપૂર્ણ જવાબદારી તે લઈ રહ્યો છે. પોલીસ અધિકારીઓએ હવે શ્રીધરના મૃત્યુના કેસની તપાસ શરૂ કરી છે.
કન્નડ અભિનેતાના મેનેજરે એવા સમયે આત્મહત્યા કરી છે જ્યારે રેણુકા સ્વામી હત્યા સંબંધિત કેસમાં દર્શનની તપાસ ચાલી રહી છે. રેણુકા સ્વામી 8 જૂન દર્શનને રેણુકા સ્વામી હત્યા કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા બાદ 12 જૂનના રોજ ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, રેણુકાએ એક્ટરની ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ પવિત્રા ગૌડાને અશ્લીલ મેસેજ મોકલ્યા, જેના પછી દર્શન ખૂબ ગુસ્સે થઈ ગયો. અહેવાલો અનુસાર, દર્શને રેણુકાનું અપહરણ કરવા માટે એક ગેંગને મોટી રકમ ચૂકવી હતી અને આખરે તેને મારી નાખવા માટે કહ્યું હતું. આ કેસમાં દર્શન બાદ પવિત્રા પણ પોલીસ કસ્ટડીમાં છે.
અહેવાલો અનુસાર મેનેજર અભિનેતાના બેંગલુરુ ફાર્મહાઉસમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. શ્રીધરના એક વીડિયોમાં જોવા મળેલા મેસેજ સાથે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.
Taboola Feed