નેશનલ

‘કરડનારા તો અંદર બેઠા છે!’ શ્વાન સાથે સંસદભવન પહોંચ્યા કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ

નવી દિલ્હી: આજે સોમવારે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ, પહેલા દિવસે જ બંને ગૃહોમાં હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષે વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરીએ એક અલગ જ પ્રકારનો વિવાદ ઉભો કર્યો છે. આજે સવારે તેઓ જે કારમાં સંસદ ભવન આવ્યા, એ કારમાં શ્વાન પણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ તમણે સાંસદો અને પ્રધાનોની તુલના શ્વાન સાથે કરતા વિવાદ સર્જાયો છે.

કેટલાક સાંસદોએ શ્વાનને સંસદ ભવનમાં લાવવું અયોગ્ય ગણાવ્યું અને સંસદીય પ્રોટોકોલનું ઉલ્લંઘન ગણાવ્યું. સંસદ ભવનમાં શ્વાનને લાવવાને યોગ્ય ગણાવતા રેણુકા ચૌધરીએ કહ્યું કે જે લોકો કરડે છે તેઓ ખરેખર સંસદની અંદર બેઠા છે. રેણુકા ચૌધરીના આ નિવેદનથી ભાજપના નેતાઓ રોષે ભર્યા છે, ભાજપે આ નિવેદનને સાંસદો અને સંસદ ભવનનું અપમાન ગણાવ્યું છે.

આ પણ વાંચો: સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે ખડગેએ પૂર્વ સભાપતિ જગદીપ ધનખડનો ઉલ્લેખ કરી કહ્યું, મને આશા છે…

રસ્તામાંથી શ્વાનને દતક લીધું:

રેણુકા ચૌધરીએ કહ્યું કે તેઓ સંસદ આવી રહ્યા હતાં, ત્યારે રસ્તામાંથી તેમણે શ્વાનને દત્તક લીધું હતું. તેમણે કહ્યું કે, “શું કોઈ કાયદો છે? હું સંસદ તરફ આવી રહી હતી. એક કારે એક સ્કૂટરને ટક્કર મારી. આ દરમિયાન એક નાનું કુરકુરિયું રસ્તા પર રાખડી રહ્યું હતું. મને લાગ્યું કે કોઈ આને પણ ટક્કર મારી દેશે, તેથી મેં તેને ઉપાડ્યું, કારમાં બેસાડ્યું, હું સંસદમાં આવી અને તેને ઘરે મોકલી દીધું. કાર ગઈ, અને શ્વાન પણ સાથે ગયું. તો આ ચર્ચાનો શું અર્થ છે?”

સાંસદોની સરખામણી શ્વાન સાથે!

રેણુકા ચૌધરીએ કહ્યું, “જે લોકો કરડે છે તેઓ તો સંસદમાં બેઠા છે. તેઓ સરકાર ચલાવે છે. અમે એક મૂંગા પ્રાણીની સંભાળ રાખીએ છીએ. શું સરકાર પાસે કરવા માટે બીજું કોઈ કામ નથી? મેં શ્વાનને ઘરે મોકલી દીધું.”

આ પણ વાંચો: સંસદનો પ્રારંભ PM મોદીના પ્રહારથી! ’10 વર્ષથી એક જ રમત, હવે લોકો નહીં સ્વીકારે; નાટક કરવા બીજી જગ્યાઓ છે.’

ભાજપે પ્રહાર કર્યા:

ભાજપે રેણુકા ચૌધરીના દાવાને ડ્રામા ગણાવ્યો. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ તેમના બધા સાથીદારો અને સંસદીય સ્ટાફની તુલના કૂતરા સાથે કરી છે. સંસદ અને સાંસદોનું અપમાન કર્યું છે.
શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસ સંસદમાં પોલિસીઓ અંગે ચર્ચા નહીં પણ ડ્રામા ઇચ્છે છે.

સંબંધિત લેખો

Back to top button