મુંબઈઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે બુધવારે રાતે તેમનું નિધન થયું. લાંબા સમયગાળાથી રતન ટાટા બીમાર હતા. તેમનું આજે 86 વર્ષની જૈફ વયે અવસાન થવાના સમાચારથી ઉદ્યોગજતમાં શોકની લાગણી વ્યાપી ગઈ, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર ટવિટ કરીને દુખ વ્યક્ત કર્યું.
રતન ટાટા લાંબા સમયથી બીમાર હતા તથા તેમને આજે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું હોસ્પિટલના નિવેદનમાં જણાવ્યું છે. દરમિયાન ટાટા ગ્રુપ વતીથી જણાવ્યું છે કે એન ચંદ્રશેખરે જણાવ્યું કે ખેદ સાથે જણાવવાનું કે રતન ટાટાનું નિધન થયું છે.
1937માં પારસી પરિવારમાં જન્મેલા રતન ટાટાએ બહુ નાની ઉંમરથી પરિવારના બિઝનેસનું સુકાન સંભાળ્યું હતું. જાણીતી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યા પછી કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
રતન ટાટાએ 1962માં ટાટા ગ્રુપ જોઈન કર્યું હતું અને ધીમે ધીમે પોતાની સ્કિલ અને ગ્રુપમાં કામ કરવાના બહોળા અનુભવને કારણે એક પછી નવી નવી સિદ્ધિઓ મેળવી હતી. 1991માં ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.
રતન ટાટાનું દેશના નિર્માણમાં પણ અસાધારણ યોગદાન રહ્યું છે, જેના માટે રતન ટાટાને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ પણ આપવામાં આવ્યો હતો. ટાટા ગ્રુપને સર્વોચ્ચ શિખરો સર કરાવવામાં રતન ટાટાનું મોટું યોગદાન રહ્યું હતું, જ્યારે સોશિયલ મીડિયા ગ્રુપ એક્સ પર પણ સૌથી વધુ ફોલોઅર્સની સંખ્યા ધરાવનારા ઉદ્યોગપતિ હતા.
Also Read –