શંભુ બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવામાં આવે, પંજાબ-હરિયાણા હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો | મુંબઈ સમાચાર

શંભુ બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવામાં આવે, પંજાબ-હરિયાણા હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

ચંડીગઢ: ખેડૂત આંદોલન (Farmers Protest) બાબતે મહત્વનો નિર્દેશ આપ્યો છે, હાઈકોર્ટે હરિયાણા સરકારને ચંદીગઢ-દિલ્હી નેશનલ હાઈવે પર શંભુ બોર્ડર(Shambhu Border)ને ખોલવામાં આવે. હાઈકોર્ટે પોતાના નિર્દેશમાં કહ્યું છે કે હરિયાણા સરકાર દ્વારા રસ્તા પર લગાવવામાં આવેલા બેરિકેડ્સને તાત્કાલિક દૂર કરવામાં આવે. ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હી-ચંદીગઢ હાઈવે પર શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા આ બેરિકેડ્સને હટાવવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતો ટેકાના ભાવ(MSP) બાબતે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. થોડા મહિના પહેલા ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે ખેડૂતોને પંજાબ બોર્ડર પર જ રોકવા માટે શંભુ બોર્ડર બેરિકેડ્સ લગાવીને બંધ કરી દેવામાં આવી હતી. આ બોર્ડર બંધ થવાને કારણે દિલ્હી-ચંદીગઢ હાઈવેનો એક ભાગ પણ બંધ કરવો પડ્યો હતો. હવે હાઈકોર્ટે અહીં લગાવેલા બેરીકેટ્સ હટાવવાનો આદેશ કર્યો છે.

ફેબ્રુઆરીમાં ઉદય પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી અંગે જસ્ટિસ જીએસ સંધાવલિયા અને જસ્ટિસ વિકાસ બહલની ડિવિઝન બેન્ચે મૌખિક રીતે અવલોકન કર્યું હતું કે, “બંને રાજ્યો (પંજાબ અને હરિયાણા) દ્વારા પ્રયાસ કરવો જોઈએ કે શંભુ બોર્ડર પર પહેલા જેવી સ્થિતિ સ્થાપિત કરવામાં આવે.” બેન્ચે બંને રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું.

શંભુ બોર્ડર સીલ કર્યા બાદ કિસાન મજદૂર મોરચા (KMM) અને સંયુક્ત કિસાન મોરચા (SKM) ના બેનર હેઠળ ખેડૂતોએ શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Back to top button