નેશનલ

આકરી ગરમી બાદ દિલ્હીમાં રાહતની વર્ષા : ધૂળની આંધીઓની સાથે ગુરુગ્રામમાં પણ હળવો વરસાદ

નવી દિલ્હી: આ જ અઠવાડિયામાં જ દિલ્હીએ ભારે અગનવર્ષા સહી હતી. ખૂબ જ આકરી ગરમી સાથે તાપમાનનો પારો ખૂબ જ ઊંચો ગયો હતો. ત્યારે આજે દિલ્હીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આજે દિલ્હીમાં ભારે પવનની ડમરીઓ ઊડી હતી અને ગુરુગ્રામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો (Rain in Delhi) હતો. ગઈકાલે રાજધાની દિલ્હીનું તાપમાન 45.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય તાપમાન કરતાં છ ડીગ્રી વધુ હતું.

દિલ્હી NCR અને દિલ્હીમાં ગઈકાલે જ 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હતું અને લોકો ખૂબ જ શેકાયા હતા. ત્યારે આજે શનિવારે બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો. દિલ્હીના ઘણા ભાગોમાં ધૂળની આંધીઓ ઊડી રહી છે તો બીજી બાજુ રાજધાની વિસ્તારની નજીકના ગુરુગ્રામમાં પણ વરસાદની શરૂઆત થઈ છે.

હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે શનિવારે હવામાનમાં પલટો આવશે. જો કે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને આ દરમિયાન 30 થી 40 કિમીની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. જો કે આ દરમિયાન ધૂળની આંધી અને હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો