નેશનલ

આધારકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, હવે એક જ કિલકથી કાર્ડમાં મોબાઈલ નંબર બદલી શકાશે

નવી દિલ્હી : દેશમાં આધારકાર્ડ ધારકો તેમાં સુધારા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ સામનો કરી રહ્યા છે. ત્યારે હવે યુનિક આઈડી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ એક મહત્વનું અપડેટ આપ્યું છે. જેના લીધે કરોડો આધાર કાર્ડ ધારકોને રાહત મળશે. જેમાં હવે આધારકાર્ડ ધારકે કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલવા માટે સેન્ટરના ધકકા નહી ખાવા પડે. જેમાં હવે નવી લોન્ચ થયેલી એપમાં આધાર કાર્ડ ધારક એક જ કિલકથી મોબાઈલ નંબર બદલી શકશે.

બાયોમેટ્રિક ફેસ ઓથેન્ટિકેશન કરવું પડશે

આ અંગે યુનિક અઈડી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ તેના X હેન્ડલ પરથી માહિતી આપતા જણાવ્યું હતું કે નવી આધાર એપમાં આધાર કાર્ડનો મોબાઇલ નંબર બદલવા માટે કોઈપણ કેન્દ્ર પર જવાની કે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા આ કામ કરી શકો છો. આ માટે, તમારે OTP અને બાયોમેટ્રિક ફેસ ઓથેન્ટિકેશન કરવું પડશે. આ સુવિધા ટૂંક સમયમાં UIDAI ની નવી આધાર એપમાં ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને? આ રીતે તપાસો…

9 નવેમ્બરે એક નવી આધાર એપ લોન્ચ

યુનિક અઈડી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ 9 નવેમ્બરે એક નવી આધાર એપ લોન્ચ કરી હતી. આ નવી આધાર એપ એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આધાર કાર્ડ ધારકો ટૂંક સમયમાં તેમના સ્માર્ટફોન પર આ નવી આધાર કાર્ડ સુવિધાને ઍક્સેસ કરી શકશે. હાલમાં, તેમના આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઇલ નંબર બદલવા માટે યુઝર્સે આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવી પડશે. નવી એપ સાથે, આ સુવિધા લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button