
જોધપુર: રાજસ્થાનમાં રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને રાહત મળી છે. હાઈકોર્ટે તેમને મેડીકલ ગ્રાઉન્ડ પર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ કેસની સુનાવણી કરી રહેલા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માની આગેવાની હેઠળની બેન્ચે આસારામને વચગાળાના જામીન આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા
આસારામની હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આસારામની ખરાબ તબિયતની પગલે રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી. આસારામ રેપ કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે. આ ઉપરાંત જાન્યુઆરીની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં તબીબી કારણોસર માર્ચના અંત સુધી આસારામને વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે આસારામને ઉંમર સંબંધિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અને તેમને બે વાર હૃદયરોગના હુમલા થયા છે.
આસારામની વર્ષ 2013માં કરવામાં આવી હતી ધરપકડ
આસારામની ઓગસ્ટ 2013માં સગીરા પર બળાત્કાર કરવાના આરોપમાં જેલમાં ધરપકડ કરવામાં આવી હતી. જયારે બે મહિના બાદ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર ગુજરાતના સુરતમાં તેમના આશ્રમમાં બે મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા વિવાદ



