Relience ભારતમાં કરી શકે છે સેટેલાઇટ ઈન્ટરનેટ લોન્ચ
નવી દિલ્હી: એલન મસ્કની કંપની પહેલા મુકેશ અંબાણીની કંપની ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ લોન્ચ કરી શકે છે. એક સમાચાર એજન્સીએ આ સમાચાર ભારત સરકારના એક અધિકારીથી મળેલી વિગતો બાદ મળ્યા બાદ જાહેર કરવામાં આવ્યા હતા. Reliance Jio સેટેલાઈટ દ્વારા ઈન્ટરનેટ સેવા આપનારી ભારતની પ્રથમ ટેલિકોમ કંપની બની શકે છે. હાલ કંપની પાસે ગીગાબીટ ફાઈબર ઈન્ટરનેટ આપવાની મંજૂરી મળેલી છે.
રિલાઇન્સના સયુંકત સાહસ ‘ઓરબીક કેનેક્ટ ઇન્ડિયા’ને એવા સમયે મંજૂરી મળી રહી છે કે જ્યારે Amazon.comથી લઈને Elon musk’s starlinks કંપની વિશ્વના વધુ વસ્તી ધરાવતા દેશોમાં સેટેલાઈટ ઇન્ટરનેટ આપવાની સ્પર્ધામાં છે. ઈન્ટરનેટ ઓર્બિટ કનેક્ટ ઈન્ડિયાનો હેતુ ભારતના દૂરના વિસ્તારો સુધી સેટેલાઈટ આધારિત હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડવાનો છે. ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર (IN-SPACE) દ્વારા પરવાનગી આપવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ, ઓર્બિટ કનેક્ટ ઈન્ડિયાને એપ્રિલ અને જૂનમાં જ ત્રણ પ્રકારની મંજૂરીઓ આપવામાં આવી છે પરંતુ કામગીરી શરૂ કરવા માટે તેને દેશના ટેલિકોમ્યુનિકેશન વિભાગ પાસેથી વધુ મંજૂરીઓ લેવાની છે. હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ આપવાની ઈચ્છા રાખનાર અન્ય એક કંપનીને પણ IN-SPACE દ્વારા મંજૂરી પ્રદાન કરવામાં આવી છે.
હાલ ઓર્બિટ કનકેટ ઈન્ડિયાને ભારતીય સ્પેસ ઓથોરીટી તરફથી મંજૂરી મળી ચૂકી છે, જો કે આની સાથે જ એમેઝોન અને સ્ટારલિંક્સ પણ આ બાબતે અરજી કરી ચૂક્યું છે. આમ વિશ્વની મોટી કંપનીઓ પણ આ બાબતે સ્પર્ધા કરી રહી છે. જો કે આ બાબતે સ્પર્ધા થાય તેનો ફાયદો સીધો લોકોને થયાનો છે તેવું ઇન સ્પેસના ચેરમેને જણાવ્યું હતું.