જાણો.. કોણ છે દિલ્હીના નવા મુખ્યમંત્રી Rekha Gupta?

નવી દિલ્હી : દિલ્હીમાં 27 વર્ષમાં સત્તામાં પરત ફરેલી ભાજપે મુખ્યમંત્રી તરીકે મહિલા ધારાસભ્ય રેખા ગુપ્તાને(Rekha Gupta)કમાન સોંપી છે. જ્યારે મુખ્યમંત્રી તરીકે જેમનું નામ સૌથી મોખરે હતું અને દિલ્હીના પૂર્વ સીએમ અને આપ સંયોજક કેજરીવાલને હરાવનાર પરવેશ વર્માને ઉપ-મુખ્યમંત્રી બનાવ્યા છે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં રેખા ગુપ્તાના નામને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રહેશે.
Also read : દેશના આર્મી ચીફે Rahul Gandhiને આપી સલાહ, કહ્યું સેનાને રાજકારણમાં ન ખેંચવી જોઇએ
12.30 વાગ્યે રામલીલા મેદાનમાં શપથ લેશે
દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને પરવેશ વર્મા બુધવારે બપોરે 12.30 વાગ્યે રામલીલા મેદાનમાં એક ભવ્ય સમારોહમાં શપથ લેશે. તેમની સાથે મંત્રીમંડળ પણ શપથ લેશે. ભાજપ હાઈકમાન્ડે ધારાસભ્ય પક્ષની બેઠક માટે વરિષ્ઠ નેતાઓ ઓપી ધનખડ અને રવિશંકર પ્રસાદને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા.
દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તા કોણ છે ?
ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે. હાલમાં તે દેશના બીજા મહિલા મુખ્યમંત્રી બની રહ્યા છે. તેઓ શાલીમાર બાગના ધારાસભ્ય છે. તેમણે આપ નેતા બંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યા છે.
રેખા ગુપ્તાને 68,200 મત મળ્યા. જ્યારે આપ નેતા બંદના કુમારીને 38,605 મત મળ્યા હતા. તેમજ કોંગ્રેસના પ્રવીણ જૈનને માત્ર 4,892 મત મળ્યા હતા.
બે વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો
રેખા ગુપ્તા ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે અને હરિયાણાના જીંદના વતની છે. તેવો દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના સચિવ અને પ્રમુખ હતા. આ ઉપરાંત તે વર્ષ 2007 અને વર્ષ 2012 માં ઉત્તર પિતામપુરાથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
લગ્ન દિલ્હીના ઉદ્યોગપતિ મનીષ ગુપ્તા સાથે થયા
રેખા ગુપ્તાનો જન્મ વર્ષ 1974 માં જુલાનામાં થયો હતો. તેમના પિતાને એસબીઆઇના નોકરી મળ્યા પછી તેમનો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો. જોકે, તેમનો પરિવાર હજુ પણ જુલાનામાં વ્યવસાય કરે છે. રેખા ગુપ્તાના લગ્ન દિલ્હીના ઉદ્યોગપતિ મનીષ ગુપ્તા સાથે થયા છે.
લાંબા સમયથી આરએસએસના સક્રિય સભ્ય
દિલ્હી યુનિવર્સિટીના દૌલત રામ કોલેજમાંથી અભ્યાસ કરનાર રેખા ગુપ્તાએ એમ.એ. અને એમ.બી.એ. અને એલએલબીની ડિગ્રી મેળવી છે. ખાસ વાત એ છે કે તે લાંબા સમયથી આરએસએસના સક્રિય સભ્ય છે અને સંઘના કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે.
Also read : UNSC માં સ્થાયી સભ્યપદ માટે ભારતની રજૂઆત, ચીનનું નામ લીધા વિના કર્યો પ્રહાર
પરવેશ વર્માને ઉપ- મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપમાં મુખ્યમંત્રી પદ માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી હતી. મોટાભાગની ચર્ચા પરવેશ વર્મા વિશે હતી. પરવેશ વર્માને ઉપ-મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમણે નવી દિલ્હી બેઠક પરથી આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા. તેઓ પૂર્વ સીએમ સાહિબ સિંહ વર્માના પુત્ર છે.