નેશનલ

પ્રિયંકા ગાંધીના પુત્રે મુસ્લિમ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી, અવિવા સેલિબ્રિટી પરિવારની છે દીકરી

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાએ તેમની ગર્લફ્રેન્ડ અવીવા બેગ સાથે સગાઈ કરી લીધી છે. બેગ દિલ્હીની જ રહેવાસી છે અને રેહાનની જેમ જ ફોટોગ્રાફર છે. અહેવાલો અનુસાર, બંને પરિવારોએ આ કાર્યક્રમને અત્યંત ખાનગી રાખ્યો હતો. આ અંગેની જાણકારી માત્ર ખૂબ જ નજીકના સંબંધીઓને જ આપવામાં આવી હતી. એવું કહેવાય છે કે અવિવાને ફોટોગ્રાફીનો શોખ છે, જ્યારે રેહાન પણ ફોટોગ્રાફી સાથે જોડાયેલા છે.

મીડિયા અહેવાલ અનુસાર, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાએ તેમની સાત વર્ષ જૂની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેહાનએ તેની ગર્લફ્રેન્ડ અવીવા બેગને પ્રપોઝ કર્યું હતું અને તેણે તેનો સ્વીકાર કર્યો હતો. અહેવાલો અનુસાર આ સગાઈને બંને પરિવારોની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે અવીવા બેગ અને તેનો પરિવાર દિલ્હીમાં રહે છે.

રેહાન વાડ્રા તેના પરિવારના રાજકીય વારસાથી અલગ ચીલો ચાતરી રહ્યા છે. 29 ઓગસ્ટ 2000 ના રોજ જન્મેલા રેહાનનો નાનપણથી જ કલા અને ફોટોગ્રાફી તરફ ઘણો ઝુકાવ રહ્યો છે. તે જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળે છે, જોકે કેટલીકવાર રાજકીય કાર્યક્રમોમાં તેની હાજરી જોવા મળી છે, પરંતુ તે અવારનવાર મીડિયાની લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો…શું પ્રિયંકા ગાંધી બનશે PM પદનો ચહેરો? ઈમરાન મસૂદના નિવેદન બાદ રોબર્ટ વાડ્રાએ આપી મહત્ત્વની પ્રતિક્રિયા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button