નેશનલ

હરિયાણામાં પરલી બાળવાની ઘટનામાં થયેલા વધારા અંગે લેફ. ગવર્નરે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ પંજાબ અને હરિયાણાના મુખ્ય પ્રધાનને પત્ર લખી તેમના રાજ્યમાં પરલી બાળવામાં થયેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને શિયાળા દરમિયાન દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ ન વધે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને લખેલા પત્રમાં સક્સેનાએ જણાવ્યું
હતું કે ૧૫ સપ્ટેબરથી ૧૧ ઑક્ટોબર દરમિયાન પરલી બાળવાની ઘટનામાં ગયા વરસની સરખામણીએ ૩૦૦ જેટલો વધારો થયો છે જે અતિ ચિંતાજનક બાબત છે.

સક્સેનાએ ગયા વરસે પણ ભગવંત માનને પત્ર લખ્યો હતો જ્યારે પંજાબમાં બાળવામાં આવતી પરલીને કારણે
દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર રીતે ફેલાઈ
ગયું હતું.

૨૪ ઑક્ટોબર ૨૦૨૨ અને ૨, નવેમ્બર ૨૦૨૨ દરમિયાન અગાઉના વરસના એ જ સમયગાળાની સરખામણીએ પરલી બાળવાની ઘટનામાં ૧૯ ટકાનો વધારો થયેલો જોવા મળ્યો હતો.
દિલ્હીની હવાની ગુણવત્તા પર પાંચ રાજ્ય અસર કરે છે અને તેમાં પંજાબનું યોગદાન સૌથી વધુ હોવાનું તેમણે કહ્યું
હતું. ગયા વરસે પરલી બાળવાનું અંકુશમાં લેવા હરિયાણા સરકારે લીધેલાં પગલાંની સક્સેનાએ પ્રશંસા કરી હતી.

જોકે, હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરને તેમણે કહ્યું હતું કે ગયા વરસની સરખામણીએ હરિયાણામાં આ વરસે પરલી બાળવાની ઘટનામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button