નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદમાં ઘટાડો

શ્રીનગર: ૨૦૨૩નો આજે છેલ્લો દિવસ છે ત્યારે આપણે દરવર્ષે એ જોઈએ છીએ કે ગયું વર્ષ ગયું તેમાં સારું શું કર્યું તો તમને જાણીને આનંદ થશે કે ભારત ૨૦૨૩માં કલમ ૩૭૦ હટાવ્યા બાદ આતંકવાદ પર કાબૂ મેળવવામાં ઘણા અંશે સફળ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું હતું કે આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ૪૮ આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ૭૬ આતંકીઓ માર્યા ગયા હતા. મોટી વાત એ છે કે માર્યા ગયેલા ૭૬ આતંકીઓમાંથી ૫૫ અન્ય દેશોના હતા. આતંકવાદીઓ માટે કામ કરતા ૨૯૧ ઓવરગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ૮૯ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે આતંકવાદી હુમલાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૨માં ૧૨૫ આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે આ વર્ષે આ ફક્ત ૪૬ ઘટનાઓ બની હતી. આમ ૨૦૨૩માં આતંકવાદી ઘટનાઓમાં લગભગ ૬૩ ટકાનો ઘટાડો થયો છે. ડીજીપીએ જણાવ્યું હતું કે આપણે
ઐતિહાસિક સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ. આતંકવાદી સંગઠનોમાં જોડાનારા યુવાનોની સંખ્યામાં ઘટાડો થયો છે. આતંકવાદી ભરતીમાં પણ ૨૦૨૩માં લગભગ ૮૦ ટકાનો ઘટાડો થયો છે. એક અંદાજ મુજબ ૨૦૨૨માં ૧૩૦ સ્થાનિક લોકો આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા. જ્યારે ૨૦૨૩માં માત્ર ૨૨ લોકો જ આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતા. આતંકવાદીઓ દ્વારા નાગરિકોની હત્યાઓ પણ ઘટી છે, જે ૨૦૨૨માં ૩૧ હત્યાઓ થઇ હતી જ્યારે ૨૦૨૩માં ૧૪ હત્યાઓ થઈ છે.

અધિકારીએ જણઆવ્યું હતું કે સામાન્ય માણસ શાંતિ અને વ્યવસ્થા ઈચ્છે છે. ૨૦૨૩ના સંપૂરણ વર્ષ દરમિયાન પોલીસ એલર્ટ મોડ પર જ રહી છે. પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઈ નાગરિકનું મોત થયું નથી. તેમજ ૨૦૨૩માં જમ્મુ-કાશ્મીર પોલીસના એક ડીએસપી સહિત ૪ પોલીસકર્મીઓ આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા, જ્યારે ૨૦૨૨માં ૧૪ પોલીસકર્મીઓ શહીદ થયા હતા. જો સામાન્ય લોકોની હત્યાની વાત કરીએ તો ૨૦૨૨ની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે. ૨૦૨૨માં આતંકવાદીઓએ ૩૧ નાગરિકોની હત્યા કરી હતી. ૨૦૨૩માં ૧૪ લોકો આતંકવાદીઓનો શિકાર બન્યા હતા.

આ ઉપરાંત ૨૦૨૩માં અલગતાવાદીઓ અને આતંકવાદીઓની ૧૭૦ કરોડ રૂપિયાની કુલ ૯૯ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે. અને બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. બે આતંકવાદી સંગઠનો શબ્બીર શાહની જેકે ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી અને મસરત આલમની જેકે મુસ્લિમ લીગને આ વર્ષે ઞઅઙઅ હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તેમજ વર્ષ ૨૦૨૩માં ૧૦.૨૯ કરોડ રૂપિયાની ડ્રગ મની પણ જપ્ત કરવામાં આવી હતી. તેમજ સરહદ પારથી ચલાવવામાં આવતા ૮,૦૦૦ નકલી ફેસબુક એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. તેમજ ૨૦૨૩માં પોલીસને ૩૭૧ વીરતા પુરસ્કારો આપવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker