ઑગસ્ટ મહિનામાં વિશ્ર્વના ૬૫ દેશમાં રેકોર્ડ તાપમાન
નવી દિલ્હી: વિશ્ર્વના ૬૫ દેશ, પૃથ્વીની સપાટીના ૧૩% વિસ્તારમાં ઑગસ્ટ મહિનામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ૧૮૫૦માં તાપમાનના રેકોર્ડ રાખવાનું શરૂ કરાયું તે પછી ૬૫ દેશમાં આ વર્ષના ઑગસ્ટમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. ભારતનો થોડો વિસ્તાર, જાપાન, નોર્થ એટલાન્ટિક ઇસ્ટર્ન ઇક્વેટોરિયલ પેસિફિક, નોર્ધન સાઉથ અમેરિકા, સેન્ટ્રલ અમેરિકા, આફ્રિકાના કેટલાક હિસ્સામાં અને મધ્ય પૂર્વના દેશોમાં ઑગસ્ટ મહિનામાં ગરમીનું પ્રમાણ સૌથી વધુ રહ્યું હતું તેવું બર્કલી અર્થ નામની બિનસરકારી સંસ્થાએ કરેલા પૃથક્કરણમાં જાણવા મળ્યું છે. ૧૯૫૧-૧૯૮૦ના સમયગાળાના સરેરાશ તાપમાન કરતા આ ૬૫ દેશ સિવાયના બાકીના વિશ્ર્વમાં પણ વધુ તાપમાન નોંધાયું હતું.
અમેરિકાની સરકારી એજન્સી ધ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ) પણ બર્કલી અર્થના તારણને પુષ્ટિ આપતા કહ્યું હતું કે પૃથ્વીના ૧૭૪ વર્ષના હવામાન રેકોર્ડમાં ૨૦૨૩ના ઑગસ્ટ મહિનામાં ગરમીનું પ્રમાણ સૌથી વધુ રહ્યું હતું. એનઓએએ વધુમાં કહ્યું હતું કે ૨૦૨૩માં ઉત્તરી ગોળાર્ધનો ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધનો શિયાળો સૌથી વધુ ગરમ રહ્યો હતો. આ અગાઉ ઑગસ્ટ ૨૦૧૬માં તાપમાનનો ઊંચો રેકોર્ડ નોંધાયો હતો. જેનાથી વર્ષ ૨૦૨૩ના ઑગસ્ટમાં ૦.૩૧ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું.
વિશ્ર્વના ૬૫ દેશમાં ૨૦૨૩નો ઑગસ્ટ મહિનો સૌથી વધુ ગરમ રહ્યો હતો. બહેરિન, બાર્બાડોસ, બ્રાઝિલ, કમ્બોડિયા, કેમેરુન, છાડ, ચીન, કોલંબિયા, ક્યુબા, ઇરાન, ઇરાક, જાપાન, કેન્યા, મેક્સિકો, મોરોક્કો, નાઇજર, પનામા, પેરુ, ફિલિપાઈન્સ, કતાર, રશિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, શ્રીલંકા, સુદાન, સુરિનામ, તુર્કિએ, વેનેઝુએલા અને યમનનો પણ આ ૬૫ દેશમાં સમાવેશ થાય છે.
ઇક્વાડોરમાં ઑગસ્ટ સરેરાશ તાપમાનનો રેકોર્ડ વધારો ૧.૪ ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ નોંધાયો હતો. એનઓએએ દ્વારા જૂન મહિનામાં અલ નિનો વિકસી રહ્યા હોવાનું જાહેર કરાયું હતું. પૂર્વી પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર)માંની જળસપાટી જ્યારે સામાન્ય કરતા વધુ ગરમ થાય છે. તે સમયગાળાને અલ નિનો કહેવામાં આવે છે. અલ નિનો તબક્કા દરમિયાન વૈશ્ર્વિક સરેરાશ તાપમાન સામાન્યથી વધુ હોય છે. અલ નિનો પ્રવર્તમાન હોય છે ત્યારે વૈશ્ર્વિક સરેરાશ તાપમાન વધુ હોય છે.ઔદ્યોગિક ક્રાંતિ અગાઉનો સમયગાળો એટલે કે ૧૮૫૦-૧૯૦૦ વચ્ચેનું સરેરાશ તાપમાન કરતા ઑગસ્ટ ૨૦૨૩માં વૈશ્ર્વિક સરેરાશ તાપમાન ૧.૬૮ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. ઉ