ટોપ ન્યૂઝનેશનલ

7th એડીશન માટે અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોએ #ParikshaPeCharcha માટે નોંધણી કરાવી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા'(Pariksha pe charcha) કાર્યક્રમના સાતમા એડીશન માટે અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકો નોંધણી કરાવી ચુક્યા છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. ગયા વર્ષે આ આંકડો 38.8 લાખ હતો. આ વર્ષે, ‘પરીક્ષા પે ચર્ચા’ (PPC) કાર્યક્રમ 29 જાન્યુઆરીના રોજ દિલ્હીના ‘ભારત મંડપમ’ ખાતે આયોજિત કરવામાં આવશે, જ્યાં વડાપ્રધાન દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કરશે.

દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક અને કલા ઉત્સવ અને વીર ગાથા સ્પર્ધાના વિજેતાઓને મુખ્ય કાર્યક્રમ માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી શકે છે. ‘MyGov’ પોર્ટલ પર તેમના પ્રશ્નોના આધારે લગભગ 2,050 સહભાગીઓની પસંદગી કરવામાં આવશે અને તેમને ખાસ ‘પરીક્ષા પે ચર્ચા’ કીટ આપવામાં આવશે.

શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ‘પરીક્ષા પે ચર્ચા’ ને અંગે દેશભરના વિદ્યાર્થીઓમાં વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ એડીશન 2018 માં યોજવામાં આવ્યું હતું, જ્યાં 22,000 સહભાગીઓ નોંધાયા હતા અને ગયા વર્ષે આ સંખ્યા વધીને 38 લાખથી વધુ થઈ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, “આ વર્ષે, કાર્યક્રમ 29 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યાથી પ્રગતિ મેદાનમાં આવેલા ભારત મંડપ ખાતે યોજાશે. કાર્યક્રમમાં લગભગ 4,000 સહભાગીઓ વડાપ્રધાન સાથે વાતચીત કરશે. તેમણે કહ્યું કે શુક્રવાર સુધીમાં 90 લાખથી વધુ વિદ્યાર્થીઓ, આઠ લાખથી વધુ શિક્ષકો અને લગભગ બે લાખ વાલીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button