GST 2.0 વેપારીઓને ફળ્યુ, દિવાળીમાં છ લાખ કરોડની જંગી ખરીદી, જાણો જનતાએ શું ખરીદ્યું

સારો વરસાદ થાય અને વરસ સારું જવાની આશા બંધાઈ ત્યારે માનવામાં આવે કે દિવાળી સારી જશે, દિવાળીમાં ખરીદી નીકળશે. આ વખતે વરસાદે તો લગભગ દિવાળી સુધી સાથ નિભાવ્યો, પરંતુ સારા વરસાદ સાથે સરકારના જીએસટીમાં સુધારા અને લોકોની ખરીદશક્તિ વધતા વેપારી-વિક્રેતાઓની દિવાળી સુધરી ગઈ છે.
ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના દાવા અનુસાર દિવાળીમાં કુલ રૂ. 6.5 લાખની ખરીીદ થઈ છે. જેમાં 5.40 લાખ કરોડની લોકોએ વસ્તુઓ ખરીદી છે જ્યારે 65,000 કરોડ સર્વિસ સેક્ટરમાં નાખ્યા છે.
ફેડરશને દેશના 60 મુખ્ય વિતરણ કેન્દ્રનું સર્વેક્ષણ કર્યું, જેમાં બધા રાજયોની રાજધાની અને ટિયર-2 અને ટિયર-3 શહેર સામેલ છે. આ સાતે દિવાળી તહેવાર વેચાણ 2025 નામે એક રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દેશભરમાં કુલ 6 લાખ કરોડ કરતા વધારે વસ્તુ-સેવાનું વેચાણ થયું છે. જો આંકડાને સાચો માનીએ તો આ એક ઐતિહાસિક આંકડો છે. દિવાળીમાં આ પહેલા આટલું બધુ વેચાણ થયું નથી.
આપણ વાંચો: જીએસટીમાં સુધારાથી વપરાશી માગ વધશે, મહેસૂલી આવક ઘટશેઃ મૂડીઝ
સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં વધારો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભાષણોમાં જનતાને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આદગ્રહ સતત કરે છે. જનતાએ તેમની વાત માની હોય તેમ લાગી રહ્યું છે. ફેડરેશન સાથે જોડાયેલા અને દિલ્હીના સાંસદ પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર આ દિવાળીએ 87% ગ્રાહકોએ વિદેશી વસ્તુઓ કરતાં ભારતીય વસ્તુઓને વધુ પસંદ કરી છે.
આના કારણે ચીની ઉત્પાદનોની માંગમાં તીવ્ર ઘટાડો થયો છે. તેઓ ઉમેરે છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સ્વદેશી વસ્તુઓના વેચાણમાં 25%નો વધારો થયો છે.
તેમણે જણાવ્યું હતું કે દિવાળી 2024 દરમિયાન કુલ વેચાણ ₹4.25 લાખ કરોડ હતું. વેચાણમાં વધારો નોન-કોર્પોરેટ અને પરંપરાગત બજારોમાં જોવા મળ્યો છે. તેમનું વેચાણ કુલ વેચાણના 80 ટકા કરતા વધારે હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: જીએસટીમાં કાપ, ઈ-કોમર્સ પ્લેટફોર્મનાં ભાવઘટાડા પર કેન્દ્રની ચાંપતી નજર
કઈ વસ્તુઓનું થયું વેચાણ?
ફેડરેશનના જણાવ્યા અનુસાર સૌથી વધારે વેચાણ આ વર્ષે કરિયાણા અને FMCG એટલે કે ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ-જીવન જરૂરિયાતની વસ્તુઓનો વેપાર 12% હતો, ત્યારબાદ સોનું અને ચાંદી 10%, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સ 8%, તૈયાર કપડા 7%, ગિફ્ટ આર્ટિકલ્સ 7%, હોમ ડેકોર 5%, ફર્નિશિંગ અને ફર્નિચર 5%, મીઠાઈઓ અને નાસ્તા 5%, પૂજા સામગ્રી 3%, વેપાર થયો છે.
સર્વિસિંગ સેક્ટરની વાત કરીએ તો પેકેજિંગ, હોસ્પિટાલિટી, ટેક્સી સેવાઓ, મુસાફરી, ઇવેન્ટ મેનેજમેન્ટ, સજાવટ, ડિલિવરી જેવા ક્ષેત્રોમાં પણ સારો એવો દિવાળીનો માહોલ જોવા મળ્યો. સર્વિસ સેક્ટરમાં પણ લોકોએ 65,000 કરોડ જેટલા નાણા ખર્ચ્યા છે.
જીએસટીમાં સુધારાની અસર અને લોકોને વધતી ખરીદશક્તિ સાથે સોના અને ચાંદીના આસમાને પહોંચેલા ભાવ તેમ જ લક્ઝુરિયસ આઈટમ્સના વધી ગયેલા ભાવ પણ આટલા મોટા આંકડા માટે જવાબદાર છે, તેમ નિષ્ણાતોનું કહેવાનું છે.