
નવી દિલ્હી : નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં( New Delhi Railway Station Stampede)18 મુસાફરોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ છે. જેમાં આ દુર્ઘટના પાછળ મહત્વના પાંચ કારણો જવાબદાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હાલ તો આ દુર્ઘટનાના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Also read : કુંભમેળાનો સમય લંબાવે સરકાર, જાણો કોણે કરી આવી માગ
રેલવે ટિકિટના વેચાણ પર ધ્યાન આપવામાં ના આવ્યું
આ દુર્ઘટના પાછળના પ્રથમ કારણની વાત કરીએ તો રેલવે ટિકિટના વેચાણ પર ધ્યાન આપવામાં ના આવ્યું. જેમાં રેલવેના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે- રેલવે દ્વારા દર કલાકે 1,500 જનરલ ટિકિટ વેચાઈ રહી હતી. જેના કારણે સ્ટેશન પર ભીડ વધી ગઈ અને પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. પ્લેટફોર્મ નંબર 14 અને પ્લેટફોર્મ નંબર 16 પાસે એસ્કેલેટર પાસે ભાગદોડ મચી ગઈ હતી. તેથી જો ટિકિટોના વેચાણ પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો કદાચ પ્લેટફોર્મ પર આટલી મોટી ભીડ એકત્ર ના થઇ હોત.
ટિકિટ વિના મુસાફરી કરતા લોકોની ભીડ
આ ઉપરાંત પ્રકાશમાં આવેલું બીજું મોટું કારણ ટિકિટ વિના મુસાફરી કરતા લોકોની ભીડ હતી. સામાન્ય રીતે ઘણા મુસાફરો ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરે છે. ત્યારે અહીં પણ આ પરિસ્થિતિ જોવા મળી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘણા મુસાફરો એવા હતા જેઓ ટિકિટ વિના ટ્રેનોમાં ચઢવા માટે પહોંચ્યા હતા. તેણે વિચાર્યું કે ભીડમાં કોઈ ટિકિટ કેવી રીતે ચેક કરી શકશે. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ ફરિયાદ કરી હતી કે તેમની પાસે કન્ફર્મ ટિકિટ હતી પણ તેઓ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા. ટિકિટ વગરના કે જનરલ ટિકિટવાળા લોકોની ટ્રેનના દરવાજા પર ભીડ હતી. ભીડમાં ઘણા મુસાફરોનો સામાન પણ ચોરાઈ ગયો. જનરલ અને સ્લીપર કોચ તો ઠીક એસી કોચમાં પણ પગ મૂકવાની જગ્યા નહોતી.
સીડી પર ઉભેલા અનેક લોકો નીચે પડી ગયા.
આ અકસ્માત પાછળનું ત્રીજું મોટું કારણ સ્ટેશન પર કેટલાક મુસાફરો દ્વારા શરૂ કરાયેલી ધક્કા મુક્કી હતી. જેમાં મળતી માહિતી મુજબ સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર એક્સપ્રેસ ટ્રેનો મોડી ચાલી રહી હતી. જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પણ પ્લેટફોર્મ નંબર 12-13 પર રાહ જોઈને ઉભા હતા. આ કારણે પ્લેટફોર્મથી સીડી સુધી મુસાફરોની ભારે ભીડ હતી. પ્રયાગરાજ એક્સપ્રેસ રાત્રે 9.30 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ નંબર 15 પર પહોંચી હતી. જ્યારે કેટલાક લોકો તેમાં પ્રવેશવા માટે ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા. આ ધક્કા મુક્કીના કારણે સીડી પર ઉભેલા અનેક લોકો નીચે પડી ગયા.
રેલવે ક્રાઉડ મેનેજમેન્ટમાં નિષ્ફળ રહ્યું
આ દુર્ઘટના પાછળ ચોથું કારણ રેલવે ક્રાઉડ મેનેજમેન્ટમાં નિષ્ફળ રહ્યું. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ભાગદોડ થઈ ત્યારે ત્યાં હાજર પોલીસકર્મીઓ અને સુરક્ષા કર્મચારીઓ ભીડને યોગ્ય રીતે નિયંત્રિત કરી શક્યા ન હતા. આ કારણે અકસ્માતે મોટું સ્વરૂપ ધારણ કર્યું.
મદદ મળવા વિલંબ થયો
આ ઉપરાંત આ દુર્ઘટનાનું પાંચમું મોટું કારણ સમયસર મદદ ન મળી. જેના લીધે લગભગ એક કલાક સુધી સ્ટેશન પર અરાજકતા જોવા મળી તેમજ એનડીઆરએફની ટીમોને પણ પહોંચવામાં લાંબો સમય લાગ્યો હતો.
રેલ્વે તરફથી જાહેરાત થઈ ટ્રેનના પ્લેટફોર્મની જાહેરાત થઇ
જ્યારે આ અકસ્માતના અન્ય એક કારણમાં પ્રત્યક્ષદર્શી હીરાલાલે જણાવ્યું હતું કે, અમે સાત લોકો લોકો મહાકુંભ માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. અમે ટિકિટ પણ ખરીદી લીધી હતી. અમે પ્લેટફોર્મ પર ઉભા હતા ત્યારે રેલ્વે તરફથી જાહેરાત થઈ કે ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પર આવી રહી છે. અમે ત્યારે પ્લેટફોર્મ નંબર 12 પર ઉભાહતા. આ જાહેરાત સાંભળ્યા પછી અમે, અન્ય મુસાફરોની જેમ ફૂટઓવર બ્રિજ દ્વારા પ્લેટફોર્મ 16 તરફ ચાલવા લાગ્યા.
Also read : Mahakumbh: ફરી મહાકુંભમાં લાગી આગ; ઘણા તંબુ બળીને થયા રાખ
વહીવટીતંત્ર તરફથી કોઈ મદદ માટે આવ્યું નહીં
જ્યારે હીરાલાલે કહ્યું કે પ્લેટફોર્મ 16 પર ઉભેલા મુસાફરો પણ ફૂટઓવર બ્રિજથી બીજા પ્લેટફોર્મ તરફ જવા લાગ્યા. ભાગદોડ અહીંથી શરૂ થઈ હતી. ફૂટઓવર બ્રિજ પર લોકો એકબીજા પર પડતા રહ્યા. બાકીના લોકો તેમના પર ચઢી ગયા અને પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા. અમે પણ ખૂબ જ મુશ્કેલીથી અમારો જીવ બચાવ્યો હતો. પરંતુ વહીવટીતંત્ર તરફથી કોઈ મદદ માટે આવ્યું નહીં જેના લીધે મૃત્યુઆંક વધ્યો હતો.