ટોપ ન્યૂઝનેશનલસ્પેશિયલ ફિચર્સ

ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરતા હો તો પહેલા આ વાંચી લો

ફૂડ ડીલેવરી પ્લેટફોર્મ ઝોમેટોએ તેની પ્લેટફોર્મ ફીમાં ૨૫ ટકાનો વધારો કર્યો છે. આ વધારો ગયા શનિવારથી લાગુ કરી દેવામાં આવ્યો છે. જેમાં મહત્વની વાત એ છે કે આ વધારો ગોલ્ડ મેમ્બર્સને પણ ચૂકવવો પડશે.

ઓનલાઈન પ્લેટફોર્મ ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરતાં લોકો માટે આ મહત્વના સમાચાર મહત્વના છે. લાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ તેની પ્લેટફોર્મ ફીમાં 25 ટકાનો વધારો કર્યો છે. જેથી હવે ગ્રાહકે પ્રતિ ઓર્ડર પાંચ રૂપિયા વધુ ચૂકવવા પડશે.

Zomato દ્વારા વસૂલવામાં આવતો આ ચાર્જ ડિલિવરી ચાર્જ ઉપરાંત વધારાનો ચાર્જ છે. જો કે, પહેલા Zomato ગોલ્ડ મેમ્બરએ ડિલિવરી ચાર્જ ચૂકવવો પડતો નહોતો પરંતુ તેમને પણ હવે પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે.

CEO દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમની માહિતી આપી હતી કે “આજે અમે ભારતની પ્રથમ ઓનલાઈન ઓર્ડર લેતી ટીમને ઈન્ટ્રોડ્યૂસ કરી રોમાંચિત છીએ. આ ટીમ તમારા બધા મોટા ઓર્ડર જેમ કે મોટા જૂથો, પાર્ટીઓ અને ઇવેન્ટ્સને સરળતાથી હેન્ડલ કરવામાં સક્ષમ હશે. આ ટીમ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર આધારિત, 50 લોકો સુધી ઓર્ડર પહોંચાડવા માટે રચાયેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button