
નવરાત્રીની નવલી રાત્રે રંગબેરંગી ચણિયાચોલી પહેરીને કે પછી કેળિયું કે ઝબ્બો પહેરીને તમે મલકતા મલકતા ગરબા રમવા જાઓ છો ત્યારે ચહેરા પરના મેકઅપને બરાબર માર્ક કરો છો કે નહીં. ગરબાનો એક રાઉન્ડ લઈ જો તમારો મેકઅપ નીકળી જતો હોય અને ચહેરો ઉતરી થાકેલો દેખાતો હોય તો તમે મેક અપ કરવામાં અમુક ભૂલ કરી રહ્યા છો. આ ભૂલો જો તમે નહીં કરો તો ઢોલી ઢોલ વગાડતો થાકશે, પણ તમારા ચહેરાનો મેક અપ ડલ નહીં થાય.
જો તમે આ ભૂલો નહીં કરો તો તમારે પ્રોફેશનલ પાર્લરમાં જવાની જરૂર પડશે નહીં અને તમારો મેક અપ પણ લાંબો સમય ટકી રહેશે.

પ્રાઈમર લગાવતા નથી તો કરો છો ભૂલ
મેક અપ લગાવતા પહેલા તમારા ચહેરાને તેની માટે તૈયાર કરવો જરૂરી છે. આ માટે તમારે પ્રાઈમરનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાઈમર તમારા ચહેરાને બેઝ પૂરો પાડે છે. જોકે મોટાભાગના લોકો પ્રાઈમર અવોઈડ કરે છે. આનું કારણ એ છે કે સારી કંપનીઓના પ્રાઈમર ઘણા મોંઘા આવે છે, પરંતુ તમે જ્યારે મેકઅપમાં આટલું ખર્ચો છો ત્યારે એક સારી કંપનીનું પ્રાઈમર ખરીદવું જરૂરી બની રહે છે.

હલકુ ફાઉન્ડેશન લેવાની કરો છો ભૂલ
તમારા મેકએપનો બેઝ લિપ્સિટીક કે મશ્કરાથી નથી થતો, તે ફાઉન્ડેશનથી થાય છે. જો તેની ક્વોલિટી બરાબર નહીં હોય તો મેક અપની મહેનત માથે પડશે. તમારી સ્કીનને મેચ કરે તેવું ફાઉન્ડેશન ખૂબ જ જરૂરી છે. આથી તમે સૌથી પહેલા ફાઉન્ડેશન અને પ્રાઈમરની પસંદગી યોગ્ય રીત કરો અને પછી મેક કરો.

જો તમે મોસ્ચ્યુરાઈઝરનો ઉપયોગ નથી કરતા તો ભૂલ કરો છો
તમારી ત્વચા ઓઈલી હોય કે ન હોય, તમારે મોસ્ચ્યુરાઈઝર લગાવવાનું ભૂલવાનું નથી. તમારી ત્વચાનો પ્રકાર ગમે તે હોય, તમારે ઉપયોગ કરવો જોઈએ. ફરક માત્ર એ છે કે તમારે તમારી ત્વચાના પ્રકાર અનુસાર મોસ્ચ્યુરાઈઝર પસંદ કરવું જોઈએ. આ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં અને તમારા મેકઅપને લાંબો સમય ટકાવી રાખવામાં મદદ કરશે.

ચામડીને એક્સફોલિએટ ન કરતા મેક અપ કરવો
એક્સફોલિએટ કરવું એટલે ચામડીને ફરી જીવંત કરવી, હુંફાળી કરવી. આથી મેક અપ કરતા પહેલા તમારે સ્ક્રબ લગાવવો જોઈએ. જેથી તમારી ત્વચાના ડેડસેલ્સ દુર થઈ જશે અને મેકઅપ અમુક સમયમાં ઉખડવા નહીં માંડે. તો રાત્રે નવરાત્રીમાં ગરબા રમવા જવું હોય તો અત્યારે ચામડીને સ્ક્રબ કરવાનું શરૂ કરો.
મેક અપ કરવા માટે તેની પાયાની અમુક વાતો જાણવી અને તે પ્રમાણે કરવું જરૂરી છે. મેક અપ તમારી ત્વચાને નુકસાન કરી શકે છે, આથી દરેક વસ્તુ જે તમે તમારા ચહેરા પર લગાવો છો તે સારી ક્વોલિટીની હોય અને તેને યોગ્ય રીતે યોગ્ય માત્રામાં લગાવો તે જરૂરી છે.
આ સાથે તમે તમારા એક્પપર્ટની સલાહ અવશ્ય લેજો.
આપણ વાંચો: ત્રીજુ નોરતુ: શાંત અને શક્તિનું પ્રતિક મા ચંદ્રઘંટાને આ ભોગ ધરાવી કરો પ્રસન્ન