નેશનલ

માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીની ગુનાખોરીની રિયલ સ્ટોરી વાંચો?

માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અન્સારીનું ગુરુવારે રાત્રે બાંદા મેડિકલ કોલેજમાં કાર્ડિયાક એરેસ્ટથી હોસ્પિટલમાં મોત થયું છે. જોકે, તેના પરિવારજનોનું કહેવું છે કે તેને સ્લો પોઇઝન આપીને દાવો કરવામાં આવે છે, જ્યારે તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એક ગેંગસ્ટરથી લઈને રાજકારણી પછી ગુનેગાર સાબિત થયા પછી તેમના તમામ કારોબાર જેલમાંથી ચલાવતા હોવાનું કહેવાતું.

પણ વાસ્તવિકતા એ હતી કે એ જે હોય તે પણ મુખ્તાર અંસારી કંઇ દૂધે ધોયેલો તો નહોતો જ. તેના પરિવારજનોએ એવો દાવો કર્યો છે કે બ્રિજેશ સિંહ (વિરોધી)ને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા જે આખરે સફળ રહ્યા હતા. તમને મહત્ત્વની વાત જણાવી દઇએ કે આ બ્રિજેશ સિંહ એ જ માફિયા છે જેની ગેંગને મુખ્તારે ખતમ કરીને પૂર્વાંચલમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું.

પૂર્વાંચલમાં માફિયા મુખ્તાર અને બ્રિજેશ સિંહ એકબીજાના દુશ્મન ગણાતા હતા. વર્ષ 1990માં બ્રિજેશ સિંહ ગેંગે ગાઝીપુરના સરકારી કોન્ટ્રાક્ટ કબજે કર્યા હતા. જેના પર બંને ગેંગ સામસામે આવી ગઇ હતી. અહીંથી જ બ્રિજેશ સિંહ અને મુખ્તાર અન્સારી વચ્ચે દુશ્મનાવટની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે.

બ્રિજેશ સિંહ જ્યારે જેલમાં ગયો ત્યારે હિસ્ટ્રી શીટર ત્રિભુવન સિંહ સાથે મિત્રતા કરી હતી. ત્રિભુવન સાહિબ સિંહની ગેંગનો ભાગ હતો અને તેમને ગુરુ માનતો હતો ત્રિભુવનના પિતાની જમીન વિવાદમાં હત્યા કરવામાં આવી હતી અને મકનુ સિંહની ગેંગ પર આનો આરોપ હતો. મુખ્તાર અંસારીએ પોતાની ક્રાઈમ કેરિયરની શરૂઆત આ ગેંગથી કરી હતી.

ત્રિભુવનના ગુરુસાહિબ સિંહની હત્યા કરવામાં આવી હતી અને દોષ મકનુ ગેંગના સાધુ સિંહ અને મુખ્તાર અંસારી પર મૂકવામાં આવ્યો હતો. જ્યારે મકનુ સિંહની હત્યા કરવામાં આવી ત્યારે સાધુ સિંહને ગેંગની લગામ મળી અને બંને વચ્ચે ગેંગવોર ચાલુ હતું.

ત્રિભુવન સિંહનો ભાઈ રાજેન્દ્ર સિંહ હેડ કોન્સ્ટેબલ હતો, જેની હત્યા માટે સાધુ અને મુખ્તાર આરોપી હતા. 1990માં બ્રજેશ સિંહે ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ વેશમાં ગાઝીપુરની જેલમાં પહોંચી સાધુ સિંહની હત્યા કરી હતી. સાધુની હત્યા બાદ કમાન મુખ્તાર અન્સારીના હાથમાં આવી ગઇ હતી.

હવે બ્રિજેશ અને મુખ્તાર સામસામે હતા. કોલસાના રેલવે કોન્ટ્રાક્ટને લઈને બંને વચ્ચે વર્ચસ્વની લડાઈ શરૂ થઈ. બ્રિજેશે લોખંડના ભંગાર, કોલસા, દારૂ, જમીન અને રેતીના ધંધામાં પોતાનું નામ બનાવ્યું હતું. તેણે ગાઝીપુર અને બનારસથી યુપીના અન્ય જિલ્લાઓ તેમજ ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં તેનો ગુનાખોરીનો કારોબાર વિસ્તાર્યો હતો.
વર્ષ 1998માં મુખ્તાર અંસારીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને મઉ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભ્ય બન્યા હતો. જોકે આ દરમિયાન બંને વચ્ચે ઘર્ષણ ચાલુ રહ્યું હતું. બ્રિજેશે મુખ્તારને મારવાનો ફૂલ-પ્રુફ પ્લાન બનાવ્યો હતો, પણ મુખ્તાર બચી ગયો હતો અને આ પ્લાન બ્રિજેશનો હોવાની તેને જાણ થઇ ગઇ હતી. આથી બ્રિજેશ ભૂગર્ભમાં જતો રહ્યો હતો અને તેનો કાળો કારોબાર ચલાવતો હતો.

2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કૃષ્ણાનંદ રાય મોહમ્મદ બાદ વિધાનસભાથી ચૂંટાયા હતા. 1985થી આ સીટ મુખ્તારના મોટા ભાઈ અફઝલ અન્સારી પાસે હતી. બ્રિજેશ કૃષ્ણાનંદ રાયની નજીક હતો, તેથી તેને સીધી રાજકીય મદદ મળવા લાગી હતી, પણ 19 નવેમ્બર, 2005ના રોજ મુખ્તાર અન્સારીએ કૃષ્ણાનંદ રાય સહિત છ લોકોની હત્યા કરી બ્રિજેશ સામે મુસીબત ઊભી કરી હતી. મુખ્તાર અંસારી જેલમાં બેસીને કૃષ્ણાનંદ રાયની હત્યા કરાવી હતી. પરંતુ આ કેસમાં અંસારીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

જોકે, આ સનસનાટીભર્યા મર્ડર બાદ મુખ્તારના પતનનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું. જેમ જેમ આ હત્યા કેસની તપાસઆગળ વધી તેમ તેમ મુખ્તારની મુસીબતો વધી ગઈ. એવામાં બ્રિજેશ સિંહને જેલ સૌથી સુરક્ષીત જગા લાગી. 2008માં બ્રિજેશ ઓડિશામાં પોલીસના હાથે પકડાઇ ગયો. 2012માં તેણે જેલમાંથી વિધાનસભાની ચૂંટણી લડી હતી.
જોકે, તે હારી ગયો હતો. બાદમાં તે ભાજપના સમર્થનથી વારાણસીથી અપક્ષ એમએલસી બન્યો હતો. એપ્રિલ 2023માં અન્સારીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા માટે 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેને બાંદા જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજેશ સિંહના નિર્દેશ પર તેની જેલમાં હત્યા કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button